મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુની હાઈસ્કૂલ ખાતે માસિક સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુની હાઈસ્કૂલ ખાતે માસિક સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સ્વચ્છતા સાથે શિક્ષણ, આરોગ્ય સાથે સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા તા. 10/01/2026 ના રોજ મોરબી જિલ્લાના ઘૂટુ ગામની સરકારી હાઈસ્કૂલમાં માસિક સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થિનીઓને માસિક સ્વચ્છતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ આરોગ્ય જાગૃતિના ભાગરૂપે સેનિટરી પેડ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ગ્રામ્ય તથા ઔદ્યોગિક વિસ્તારની અંદાજે 100 જેટલી વિદ્યાર્થિનીઓને દત્તક લેવામાં આવી, જેમને સંસ્થા દ્વારા દર મહિને નિઃશુલ્ક સેનિટરી પેડ્સ આપવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવતીઓમાં સ્વચ્છતા તથા આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવી તેમને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક શ્રીમતી વનિતાબેન, સમગ્ર શાળા સ્ટાફ તથા યુવા શક્તિ ફાઉન્ડેશનની મહિલા સભ્યોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.




Latest News