મોરબીમાં અભ્યાસના ભારણથી કંટાળીને સગીરાએ 11 માં માળ ઉપરથી નીચે ઝંપલાવીને કર્યો આપઘાત
SHARE
મોરબીમાં અભ્યાસના ભારણથી કંટાળીને સગીરાએ 11 માં માળ ઉપરથી નીચે ઝંપલાવીને કર્યો આપઘાત
મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટમાં 11માં માળની છત ઉપરથી સગીરાએ નીચે ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના રવાપર ધૂનડા રોડ ઉપર આવેલ કસોરા ઇલેવન નામના એપાર્ટમેન્ટના બ્લોક નંબર 503 માં રહેતા સુનિલભાઈ માલાસણાની 16 વર્ષની દીકરી દેવાંગી એ 11 માં માળની છત ઉપરથી વહેલી સવારે નીચે ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી. વધુમાં આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફુલતરિયાએ કરી હોય તેની પાસેથી મળતી વિગત પ્રમાણે આપઘાત કરી લેનાર સગીરાને અભ્યાસનું ટેન્શન રહેતું હતું અને તેના કારણે તેને આ પગલું ભર્યું હોવાનું હાલમાં સામે આવેલ છે.









