મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા ગામે કારમાંથી 144 બોટલ દારૂ ઝડપાયો, કુલ 4.58 લાખનો મુદ્દામાલ કબજે: આરોપીની શોધખોળ


SHARE









હળવદના જુના દેવળીયા ગામે કારમાંથી 144 બોટલ દારૂ ઝડપાયો, કુલ 4.58 લાખનો મુદ્દામાલ કબજે: આરોપીની શોધખોળ

હળવદના જુના દેવળીયા ગામે હાઇસ્કુલની બાજુમાં સ્વીફ્ટ ગાડી પડી હતી જેમાં દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે એલસીબીની ટીમ દ્વારા તે ગાડીને ચેક કરવામાં આવી હતી અને તે ગાડીમાંથી દારૂની 144 બોટલ મળી આવતા 1,58,400 ની કિંમતનો દારુ તથા ગાડી મળીને કુલ 4,58,400 રૂપિયાની કિંમતમાં મુદામાલ કબજે કર્યો હતો જોકે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હોવાથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે હાઈસ્કૂલની બાજુમાં પડેલી સેવીફત ગાડી નંબર જીએ 3 એફડી 2397 ને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે ગાડીમાંથી દારૂની મોટી 144 બોટલ મળી આવતા 1,58,400 રૂપિયાની કિંમતનો દારૂનો જતો તથા 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 4,58,400 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કરવામાં આવ્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે ગાડીનો ચાલક ત્યાં હાજર ન હોવાથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્વીફ્ટ ગાડીના ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાઈકની ચોરી
મોરબી તાલુકાના નાનીવાવડી ગામે ઈશ્વરીયા મહાદેવ મંદિરના રોડ ઉપર આવેલ શિવાલય બંગલોઝ ખાતે રહેતા અશ્વિનભાઈ નાગજીભાઈ બાબરવા (45)એ અજાણ્યા શખ્સની સામે વાહનચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, શિવાલય બંગ્લોઝની દિવાલ પાસે તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 એએમ 4429 પાર્ક કરીને મૂક્યું હતું જે 55 હજાર રૂપિયાની કિંમતનું  બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુના નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News