મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની બાલ પ્રતિભાથી રાજ્ય પ્રતિનિધિત્વ સુધીની અનેરી સિધ્ધી


SHARE







મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની બાલ પ્રતિભાથી રાજ્ય પ્રતિનિધિત્વ સુધીની અનેરી સિધ્ધી

મોરબીની નવયુગ સંકુલ તેમજ વિધ્યાલયના વિદ્યાર્થીઓએ બાલ પ્રતિભા સ્પર્ધામાં રાજ્ય કક્ષા માટે પસંદગી પામીને સંસ્થાનું નામ રાજ્યભરમાં ઉજાગર કર્યું છે.જેમાં શેરસિયા રૂહી કૌશિકભાઈ એક પાત્રિય અભિનયમાં તેમજ અગોલા નક્ષ ચંદ્રકાંતભાઈ લોકવાદ્યમાં જિલ્લા કક્ષાએથી હવે આ બંને વિદ્યાર્થીઓ ગુજરાત લેવલે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનું પ્રતિનિધિત્વ કરશે.જે નવયુગ સંસ્થા માટે ગૌરવ અને પ્રેરણાની બાબત છે.તેમ સંસ્થાના વડા પી.ડી.કાંજીયાએ જણાવ્યું છે.

આ સિદ્ધિ સાથેસાથે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે જ્ઞાનનો મહાયજ્ઞ એટલેકે “કૌન બનેગા ચેમ્પિયન” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં યુવાનોમાં જ્ઞાન, આત્મવિશ્વાસ અને સ્પર્ધાત્મક ચેતનાને નવી ઊર્જા મળી હતી.આ તકે પી.ડી. કાંજીયા દ્વારા શિક્ષણ જગતને પ્રેરણાદાયી સંબોધન આપવામાં આવ્યું હતુ.શિક્ષણના નવીનીકરણ, ગુણવત્તા અને મૂલ્ય આધારિત અભિગમ પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું કે શિક્ષણ માત્ર ડિગ્રી નહીં, પરંતુ વિચારધારા ઘડવાનું સાધન બનવું જોઈએ.નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન સતત એવી પ્રવૃત્તિઓ દ્વારા સાબિત કરે છે કે અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ પ્રતિભા, વ્યક્તિત્વ અને મૂલ્યોના સર્વાંગી વિકાસનું મજબૂત પાયારૂપ કેન્દ્ર છે.






Latest News