મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મંગલમૂર્તિના દિવ્યાંગ બાળકો માટે પિકનિકનું આયોજન કરાયુ


SHARE







મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મંગલમૂર્તિના દિવ્યાંગ બાળકો માટે પિકનિકનું આયોજન કરાયુ

મોરબી સ્થિત મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તારીખ 18 જાન્યુઆરી, ખોખરા હનુમાન ખાતે મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકો માટે એક આનંદમય પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પિકનિકમાં દરેક દિવ્યાંગ બાળક સાથે તેમના  માતા અથવા પિતા, મંગલમૂર્તિના શિક્ષકો તેમજ મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યો (સદસ્યો) પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પિકનિક દરમિયાન બાળકો, વાલીઓ, શિક્ષકો અને મુસ્કાનના સભ્યો માટે નાસ્તા તથા ભોજનની સુવ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જ બાળકો એ રમતો રમી હતી, જેથી સૌએ આનંદભરી અને યાદગાર ક્ષણો માણી. મુસ્કાન વેલ્ફેર સોસાયટીનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોના જીવનમાં ખુશી, આત્મવિશ્વાસ અને સામાજિક જોડાણ વધારવાનો છે, અને આ પિકનિક તે દિશામાં એક સરાહનીય પ્રયાસ રહ્યો.






Latest News