વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ૭૫ હજારની લાંચ લેતા પકડાયેલ પ્રાંત અધિકારીની કચેરીના કલાર્ક અને વચેટીયો ૨૫ મી સિધી રીમાંડ ઉપર


SHARE







મોરબીમાં ૭૫ હજારની લાંચ લેતા પકડાયેલ પ્રાંત અધિકારીની કચેરીના કલાર્ક અને વચેટીયો ૨૫ મી સિધી રીમાંડ ઉપર


મોરબીના લાલબાગમાં આવેલ પ્રાંત અધિકારીની કચેરીમાં ફજવતા કલાર્કે રૂા.૭૫ હજારની લાંચ માંગી હતી જેથી કરીને અરજદારે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીની ટ્રેપમાં કલાર્ક વતી લાંચ લેતા વચેટિયાને એસીબીની ટીમે રંગે હાથ પકડાયો હતો ત્યાર બાદ બંનેની ધરપકડ કરીને એસીબીની ટીમે બંનેને રીમાંડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેને તા.૨૫ સુધી રીમાંડ ઉપર લેવા હુકમ કર્યો છે.

મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તે જગજાહેર છે ત્યારે અમદાવાદ એસીબીની ટીમે મળેલ ફરીયાદના આધારે મોરબીના પ્રાંત અધિકારીની કચેરીના ક્લાર્ક તરીકે ફરજ બજાવતા નિર્મલ જીલુભાઇ ખુંગલાને લાંચ કેસમાં ઝડપી લીધેલ છે અને આ કલાર્કે ફડસર ગામે રસ્તો ખુલ્લો કરાવવા માટે જેતે અરજદારની પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી અને બાદમાં ૭૫ હજારનું નક્કી થયું હતું જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય અમદાવાદ એસીબીમાં ફરીયાદ કરી હતી જેથી ટીંબડી ગામના પાટિયા પાસેની અશ્વમેઘ હોટલની સામે પ્રમુખ પ્લાઝા દુકાન નંબર ૧,૨,૩ ની પાસે કમ્પાઉન્ડમાં નિર્મલ જીલુભાઇ ખુંગલા અને ધર્મેન્દ્રભાઇ નરભેરામ બારેજીયા આવ્યા હતા ત્યારે કલાર્ક વતી તેના વચેટિયા ધર્મેન્દ્રભાઇ નરભેરામ બારેજીયાએ લાંચની રકમ સ્વીકારી હતી જેથી કરીને એસીબીએ રંગે હાથ ઝડપીને બંનેને મોરબી કોર્ટમાં રીમાંડની માંગ સાથે રજૂ કર્યા હતા જેમા સરકાર તરફેથી સંજયભાઇ અને આક્ષેપીતોમા એડવોકેટ આશિષભાઇ વાળાની દલીલોના અંતે કોર્ટે બંનેના આગામી તા.૨૫-૧૨ ના સાંજના છ વાગ્યા સુધીના એટલે કે ચાર દિવસના રીમાંડ મંજુર કર્યા છે.

 




Latest News