મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં આવેલ અર્જુન સાગર ચેકડેમને તાત્કાલિક રીપેર કરવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







મોરબીની મચ્છુ નદીમાં આવેલ અર્જુન સાગર ચેકડેમને તાત્કાલિક રીપેર કરવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી મચ્છુ નદીમાં માનસર અને રવાપર નદી ગામની વચ્ચે ચેકડેમ હતો જે ઘણા સમયથી તૂટી ગયેલ છે જો કે, તેને રિપૅર કરવામાં આવતો નથી જેથી ખેડૂતોની ૧૨૦૦  હેક્ટર કરતા પણ વધારે ખેતીની જમીનને હાલમાં સીંચાઈનું પાણી નદીમાંથી મળતું નથી જેથી કરીને મચ્છુ નદીમાં આવેલ અર્જુન સાગર ચેકડેમને તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવી માંગ આપના આગેવાન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલ છે.

મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, મોરબી જીલ્લામાં આવેલ મચ્છુ નદી ઉપર માનસર અને સમાકાંઠે રવાપર ગામની સીમને જોડતો એક ચેકડેમ બાંધવવામાં આવેલ હતો જેને અર્જુન સાગર નામ આપવામાં આવ્યું હતું. આ ચેકડેમ અતિવૃષ્ટિમાં તૂટી જવા પામેલ હતો જે  છેલ્લે ત્રણ વર્ષથી તૂટેલી હાલતમાં છે. અને તેને રીપેરીંગ કરવા માટેની રજુઆતો કરવામાં આવી હતી પરંતુ ખનીજ માફિયાઓના લાભાર્થે અમુક લોકો દ્વારા આ ચેકડેમના થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ ચેકડેમ બનાવથી આશરે ૧૨૦૦  હેક્ટર કરતા પણ વધારે ખેતી લાયક જમીનમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થયેલ હતી. જે સુવિધા હાલમાં મળી રહી નથી માટે જો ચેકડેમ રીપેર કરવામાં આવશે તો બધા ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. જેથી કરીને ચેકડેમ તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો કામ નહીં કરવામાં આવે તો બધા ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News