મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના જીઆઇડીસી વિસ્તારમાં કારખાનામાં ગૌમાંસ રાંધવા બાબતે 3 મહિલા સહિત કુલ 8 સામે ગુનો નોંધાયો


SHARE









હળવદના જીઆઇડીસી વિસ્તારમાં કારખાનામાં ગૌમાંસ રાંધવા બાબતે 3 મહિલા સહિત કુલ 8 સામે ગુનો નોંધાયો

હળવદના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કારખાનાની અગાસી ઉપર ગૌમાંસ રાંધતા હોવાની હકીકત મળી હતી જેના આધારે ગૌ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા પોલીસને સાથે રાખીને ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુદી જુદી જગ્યા ઉપર ગૌમાંસ રાંધતા હોય તેવું જોવા મળ્યું હતું જેથી આ બાબતે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 3 મહિલા સહિત કુલ 8  વ્યક્તિઓ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેની છેલ્લા ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી છે તેમ છતાં પણ ગાય માતાને રાષ્ટ્રમાતા હજુ સુધી જાહેર કરવામાં આવેલ નથી અને જુદી જુદી જગ્યા ઉપર અવારનવાર ગૌમાંસની હેરાફેરી અને ગાયોની કતલ કરવામાં આવતી હોય તેવું પણ સામે આવતું હોય છે તેવામાં ગઇકાલે હળવદના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ રોશની કેર મીઠાના કારખાનાની અગાસી ઉપર ગૌમાંસ રાંધતા હોવાની ચોક્કસ હકીકત જીવદયા પ્રેમીઓ અને ગૌ પ્રેમીઓને મળી હતી જેથી કરીને હળવદ પોલીસને સાથે રાખીને ત્યાં સ્થળ ઉપર ચેક કરવામાં આવ્યું હતું ત્યારે કારખાનાની અગાસી ઉપર તથા ક્વાર્ટરની અંદર ગૌમાંસ રાંધતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

જેથી ડીવાયએસપી સમીર સારડા, પીઆઇ આર.ટી.વ્યાસ સહિતનો કાફલો કારખાને દોડી ગયો હતો અને કેટલાક શંકાસ્પદ શખ્સોને પકડીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી તેમજ વેટરનીટી ડોક્ટરને સ્થળ ઉપર બોલાવીને માંસના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સ્થળ ઉપર જે અવશેષો જોવા મળતા હતા તે ગૌવંશના હોવાનું જણાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી આ બનાવ સંદર્ભે હાલમાં હળવદમાં શિવ બંગ્લોઝ ખાતે રહેતા કિરણકુમાર રજનીકાંત પંડ્યા (40)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અલીમ ફકીરશા, આમીન નસીરખાન સૈયદ, યુનુસઅલી સુલતાનઅલી સૈયદ, સલમાબેન રાજઅલી, રૂક્ષાર આમીન, અનિશા નાઈદરસીદ સૈયદ રહે. બધા રોશની કેર નામના મીઠાના કારખાનાના મજૂર ક્વાર્ટરમાં જીઆઇડીસી હળવદ તથા ઈકબાલ જમાલભાઈ ખાટકી રહે. ધાંગધ્રા અને યાસીનભાઈ રહીમભાઈ ઘાંચી રહે. હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News