મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબી બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકોના માતા પિતા સાથે ખાસ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકોના માતા પિતા સાથે ખાસ કાર્યક્રમ યોજાયો

દિવ્યાંગ બાળકોના માતા-પિતા સાથે દિવ્યાંગ બાળકોને મળતા વિવિધ લાભો, દિવ્યાંગ બાળકોના માતા પિતા હોવાને કારણે મળતી વિશેષ જવાબદારીઓ, દિવ્યાંગ બાળકોના આરોગ્યના વિકાસને લગતી વાતો માટે મોરબી બીઆરસી ભવન ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી તાલુકાના ૮૦ જેટલા વાલીઓ સામેલ થયા હતા. જેમાં આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઉપાધ્યાય, જિલ્લા બાળ સુરક્ષા કચેરીમાંથી ખ્યાતિબેન, જિલ્લા આઈડી કોઓર્ડીનેટર મુકેશભાઈ ડાભી, ફિઝિયોથેરાપિસ્ટ ડૉ માધવીબેન જેઠલોજા, મોટીવેશનલ સ્પીકર અને વક્તા રવિભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્યાંગ બાળકોના માતા પિતા પોતાના સ્પેશિયલ બાળકોના સ્પેશિયલ સોલ્જર્સ છે જે અવિરત તેમના બાળકોના ઉત્કર્ષ માટે અવિરત સંઘર્ષમય રહે છે. આવા માતા પિતાઓનું મનોબળ વધારવા માટે ઉપસ્થિત તમામ મહેમાનો એ પોતાના વક્તવ્ય નું હાર્દ માં માતા પિતા નો રોલ કેન્દ્ર સ્થાને છે એ જ રહ્યું.ઉપસ્થિત માતાઓમાંથી એક માતા પોતાના દીકરીની માટે પોતે કેટલા સંઘર્ષ વેઠી રહ્યા છે તેની વાત કરતા કરતા ભાવનાશીલ થઈ ગયા. અને પોતાના બાળકના ઉત્કર્ષમાં બીઆરસી ટીમના  સ્પેશિયલ એજ્યુકેટર શિલ્પાબેન અને અમિતભાઈ તેમજ રિસોર્સ રૂમમાં આવતા બાળકોના શારીરિક વિકાસ માટે આવતા ફિઝિયોથેરાપિસ્ટ ડો.માધવી જેઠલોજાના ઉમદા સહકાર પ્રત્યે પોતાની  કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં સ્પેશિયલ એજ્યુકેટર શિલ્પાબેન ભટાસણા, અમિતભાઈ શુક્લા, રેખાબેન, દર્શનાબેન, આશિષભાઈની ટીમનો સિંહ ફાળો રહ્યો હતી તેમ બીઆરસી કો-ઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજાએ  જણાવ્યુ છે.






Latest News