મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે


SHARE







મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે

મોરબીમાં શનાળા ગામ પાસે આવેલ સરસ્વતી શિશુ મંદિર ખાતે ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને તે નિમિત્તે "પંચ પરિવર્તન કથા" યોજાશે.

મોરબીનું શ્રી સરસ્વતી શિશુ મંદિર 1992 થી શિક્ષણમાં કામ કરી રહ્યું છે. અને છ વર્ષ પહેલાં શાળા પરિસરમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠ પ્રાણ પ્રતિષ્ઠા તથા સ્થાપનનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારથી લઈને દર વર્ષે મહાસુદ આઠમના દિવસે પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું  આયોજન થતું હોય છે. આ વર્ષે 26 જાન્યુઆરીએ ધ્વજવંદન બાદ પાટોત્સવની પૂજા વિધિ થશે. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રેરણાથી ચાલતા આ વિદ્યાલયમાં પાટોત્સવ નિમિત્તે 25 જાન્યુઆરીએ રાત્રે 9:00 વાગ્યે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે "પંચ પરિવર્તન કથા" યોજાશે. સમાજમાં આ પાંચ પરિવર્તનથી વ્યક્તિથી લઈને પ્રકૃતિ સુધી તેની સારી અસરોથી આવનારી પેઢી લાભાનવિત થશે. આ કથાનો લાભ લેવા માટે મોરબીની તમામ રાષ્ટ્રભક્ત તથા પ્રકૃતિ પ્રેમી પ્રજાને સંસ્થા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News