મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન


SHARE







મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન

મોરબીમાં રવાપર રોડે આવેલ બેંક ઓફ બરોડાની શાખા ખાતે બેંકના કર્મચારીઓ દ્વારા યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના રાષ્ટ્રવ્યાપી આહવાનને પગલે પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુય અને પાંચ દિવસના બેંકિંગની પડતર માંગને લઈને કર્મચારીઓએ સરકારની સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
 
આ તકે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના મોરબી યુનિટના કન્વીનર અને આઈએનબીઓસી ગુજરાત સ્ટેટના પ્રમુખ મહેન્દ્ર પોપટે કહ્યું હતું કે, વર્ષ 2015 માં સરકારે બીજા અને ચોથા શનિવારની રજા આપી ત્યારે વચન આપ્યું હતું કે નજીકના ભવિષ્યમાં તમામ શનિવાર રજા જાહેર કરાશે. અને વર્ષ 2024 માં ઇન્ડિયન બેંક્સ એસો. પણ આ માંગ સાથે સહમત થયું હોવા છતાં સરકાર હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરવામાં આવેલ નથી અને સરકાર તમામ સરકારી યોજનાઓનું ભારણ બેંકર્સ પર નાખે છે, પરંતુ કર્મચારીઓના હિતના નિર્ણયો લેવામાં વિલંબ કરી રહી છે. વધુમાં જણાવ્યુ હતું કે, આરબીઆઇ, સરકારી કચેરીઓ, ઇન્સ્યોરન્સ સેક્ટર અને મ્યુચ્યુઅલ ફંડ હાઉસમાં પાંચ દિવસનું કામકાજ ચાલે છે ત્યારે બેંકો સાથે અન્યાય કેમ ? જો સરકાર ટૂંક સમયમાં આ અંગે યોગ્ય જાહેરાત નહીં કરે તો આગામી દિવસોમાં આ આંદોલન કરવાની ચીમકી કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.






Latest News