હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનારા રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19થી વધુ લોકોએ મારમાર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં જન્મ દિવસની અનોખી ઉજવણી કરતો બાબરીયા પરિવાર


SHARE

















મોરબીમાં જન્મ દિવસની અનોખી ઉજવણી કરતો બાબરીયા પરિવાર

મોરબીના માળીયા(મિં.) તાલુકાના સરવડ ગામના ભરતભાઈ બાબરીયાએ પોતાના પુત્ર ધ્યેયના જન્મદિવસની ઉજવણી અલગ રીતે કરી હતી.જેમા ગાય અને માતા-પિતાનું પૂજન કરી ગૌશાળામાં ગાયને ઘાસ નાખીને કરી હતી.હાલના સમયમાં જન્મદિવસની ઉજવણીમાં પશ્ચિમી સંસ્કૃતિની રીતભાતની ફેશન ચાલુ છે.જેમા મીણબતી બુજાવીને છરી વડે કેક કાપીને મોઢા પર કેક લગાવીને બેહુદી ઉજવણી આજના અમુક યુવાધન કરતા નજરે પડે છે.જ્યારે જૂના વેદકાલીન સમયમાં ઋતુઓને અનુસરીને જન્મદિવસના આશીર્વાદ આપવા આવતા આપણે ત્યાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ મુખ્ય ઋતુઓ અને શિશિર, હેમંત, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ આ ઋતુઓને અનુસરીને "શતમ્ જીવેમ શરદ, સતમ સુનીયામ શરદ શતમ." સો શરદ ઋતુ સુધી જીવો આમ કહી આશીર્વાદ આપવામાં આવતા હતા.ધ્યેય બાબરીયાએ તેતરીયા ઉપનિષદ અને પરાસર ગૃહનાં સૂત્રોને ટાંકીને પોતાના મોબાઇલ સ્ટેટસમાં પણ મિત્રોને ગુજરાતી અથવા સંસ્કૃતમાં શુભેચ્છા આપવાની વિનંતી કરીને પોતાના મિત્રોને પણ ભારતીય સંસ્કૃતિને અનુસરવાની શરૂઆત કરવાનો સંદેશ આપ્યો હતો જે અનુકરણીય છે.




Latest News