મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના જુના ઘૂટું રોડ ઉપરથી સગીરાનુ અપહરણ, તપાસ શરૂ


SHARE







મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ કારખાનામાંથી સગીરાનુ અપહરણ

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે અને તેને શોધવા છતાં કોઈ જગ્યાએથી પતો લાગ્યો ન હતો જેથી હાલમાં સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરે છે

મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીમાં રોજગારી માટે થઈને આવેલ અને જુના ઘૂટું રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની 16 વર્ષની સગીર દીકરીનું ગત તા. 12/1 ના રોજ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવેલ છે જેથી તેને શોધવા માટે થઈને પરિવારજનો દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા તેમ છતાં પણ સગીરાનો કોઈ જગ્યાએથી પતો લાગ્યો ન હતો જેથી હાલમાં સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તથા સગીરાને શોધી કાઢવા માટે તજવીજ હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ એસ.એચ.ભટ્ટ અને તેની ટીમ ચલાવી રહી છે

મહિલા દાઝી જતાં સારવારમાં

મોરબી તાલુકાના હરીપર (કે) ગામે આવેલ ગ્રાફીટો કંપનીમાં રહેતા અને મજૂરી કામ કરતા ઘીરીબેન રામજીભાઈ (42) નામના મહિલા તાપણા પાસે બેઠા હતા દરમિયાન કોઈ કારણસર તે દાજી ગયા હતા જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીના વિજયનગર વિસ્તારની અંદર મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં શાંતુબેન પુનાભાઈ મકવાણા (60) તથા ભુપેન્દ્રભાઈ પુનાભાઈ મકવાણા (38) નામના બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News