મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર ગામે હાથ ઉછીના રૂપિયા લેવા બાબતે પત્નીએ ઠપકો આપતા ઝેરી દવા પી ગયેલા આધેડનું સારવારમાં મોત


SHARE









હળવદના રણમલપુર ગામે હાથ ઉછીના રૂપિયા લેવા બાબતે પત્નીએ ઠપકો આપતા ઝેરી દવા પી ગયેલા આધેડનું સારવારમાં મોત

હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા આધેડે હાથ ઉછીના દોઢ લાખ રૂપિયા લીધા હતા અને તે બાબતે તેના પત્નીએ કેમ હાથ ઉછીના રૂપિયા લીધા છે અને કોણે રૂપિયા આપ્યા છે તેવું પૂછ્યું હતું જે બાબતે આધેડને મનોમન લાગી આવતા તેને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે આધેડનું મોત નીપજ્યું છે

હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા દિલીપભાઈ હરજીભાઈ વરમોરા (52)એ દોઢ લાખ રૂપિયા હાથ ઉછીના લીધેલા હતા જેથી તેઓના પત્નીએ તેમને કહ્યું હતું કે કેમ હાથ ઉછીના રૂપિયા લીધા અને કોને આપ્યા છે અને તે બાબતે આધેડને મનોમન લાગી આવતા તેઓએ ગત તા 21/1 ના સાંજના છેક વાગ્યાના અરસામાં પોતે પોતાની જાતે વાડીએ હતા ત્યારે ત્યાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેઓને પ્રથમ સારવાર માટે ધાંગધ્રા અને ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગેની મૃતક આધેડના દીકરા અંકિતભાઈ દિલીપભાઈ બરમોરા (28) રહે રણમલપુર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

હળવદમાં રહેતા વસંતબેન મનજીભાઈ (28) નામના મહિલા માનસરથી કોઇબા ગામ તરફ કારમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે કવાડિયા ગામ નજીક કાર આડે કૂતરુ આવવાના કારણે કૂતરાને બચાવવા જતા કાર પલટી મારી ગઈ હતી અને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં મહિલાને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

વઢવાણ તાલુકાના રૂપાવટી ગામે રહેતા હસમુખભાઈ નાગરભાઈ ચાવડા (23) નામનો યુવાન ઊંચી નીચી માંડલ વચ્ચે આવેલ શિવ હોટલ પાસેથી ચાલીને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટ લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News