મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું મોરબી જીલ્લામાં મયુરનગર અને ટીકર પાસેના તૂટી ગયેલા કોઝવેનું તાત્કાલિક રિપેરિંગ કામ પૂર્ણ સુરત ખાતે યોજાયેલ વિહિપની બેઠકમાં મોરબી સહિત સૌરાષ્ટ્ર પ્રાંતના હોદેદારો હાજર રહ્યા મોરબી જીલ્લામાં ખેલ મહાકુંભ ૨૦૨૫ ના વિજેતા ખેલાડીઓ જોગ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ આઇટીઆઇ ખાતે ભરતી મેળો યોજાશે મોરબી જીલ્લામાં ચાઇલ્ડ હેલ્પલાઇન દ્વારા ૨૫૫ જનજાગૃતિ કાર્યક્રમો યોજીને બાળ અધિકારો અને સુરક્ષાનો સંદેશ અપાયો
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે


SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે

મોરબીમાં ધો. 12 અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાંથી ઘણા બધા સીએ બનાવ માટે ઇચ્છતા હોય છે અને તેના માટે અમદાવાદ, રાજકોટ જેવા મોટા શહેરમાં અભ્યાસ કરવા માટે જતાં હોય છે જો કે, હવે મોરબીના યુવક યુવતીઓને કારકિર્દી બનાવવા બહાર જવું પડશે નહીં. કેમ કે, જે.કે.શાહ ક્લાસિસ દ્વારા મોરબીની જાણીતી પી.જી. પટેલ કોલેજ ખાતે બુધવારે કેરિયર માર્ગદર્શક સેમિનારનું આયોજન કરાયું છે અને

આ સેમિનાર તા. 4 ફેબ્રુઆરી ના રોજ બપોરે 3:00 કલાકે સનાળા રોડ પર આવેલ પી.જી.પટેલ કોલેજ ખાતે રાખવામા આવેલ છે. આ સેમિનારનું સંચાલન જે.કે. શાહ ક્લાસિસના ગુજરાત હેડ પ્રો. વિપુલ ઘેડિયા દ્વારા કરવામાં આવશે. અને આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સીએ અને તેના સમકક્ષ કોર્સમાં રહેલી તકો વિશે ઊંડાણપૂર્વક સમજ આપવાનો છે. ખાસ કરીને મોરબીમાં જ રહીને સીએ નું કોચિંગ લેવાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં કેવી રીતે સરળતા રહેશે અને વાલીઓને આર્થિક રીતે કેટલી બચત થશે, તેવા પાયાના મુદ્દાઓ પર અહીં વિશેષ ચર્ચા કરવામાં આવશે.

મોરબીની પી. જી. પટેલ કોલેજનું સીએ ફાઉન્ડેશનનું પરિણામ અત્યાર સુધી 40 % જેટલું ઊંચું રહ્યું છે, જે રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરો કરતા પણ વધુ છે. આ સફળતા પાછળના કારણો અને મોરબીમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ વિશે પણ પ્રો. વિપુલ ઘેડિયા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. સેમિનારમાં ભાગ લેવા માટે સંસ્થા દ્વારા જાહેર કરાયેલ લિંક http://docs.google.com/forms/d/e/1FAIpQLSeGWvsNRYRtyN4-NRZgnHFv0hv5jI6ooytPB3Ms0XID__FH0g/viewform?usp=header ઉપર જઈને રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને વધુ માહિતી માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ મોબાઈલ નંબર 82383 88777 પર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News