માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો


SHARE













ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો

ટંકારાના ઓવરબ્રિજ પાસે એસટી બસ અને ટ્રક કન્ટેનર વચ્ચે અકસ્માત થયો હતો. જેમા મુંદ્રાથી કોડીનાર જતી એસ.ટી. બસમાં નુકશાન થયું હતું જેથી હાલમાં એસટી બસના ચાલકે ટ્રક કન્ટેનર સામે બસમાં 50 હજારનું નુકશાન થયું હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.

મુંદ્રાથી કોડીનાર જતી એસટીની બસ ટંકારાથી રાજકોટ તરફ જઈ રહી હતી ત્યારે શનિવારે રાતે 12 વાગ્યાના અરસામાં ટંકારાના ઓવરબ્રિજ ઉપરથી આવતા ટ્રક કન્ટેનરના ચાલકે બસને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં બસમાં બેઠેલા મુસાફરોમાંથી કોઈને ઇજા થયેલ ન હતી અને કોઈ જાનહાનિ થયેલ નથી જો કે, અક્સ્માતના બનાવ બાદ ટ્રક કન્ટેનર પલટી મારી ગયું હતું અને બસમાં નુકશાની થયેલ હતી જેથી આ બનાવ સંદર્ભે હાલમાં તાલાલાના રહેવાસી એસટી બસના ડ્રાઇવર ઉત્તમકુમાર રામદેવભાઈ સોલંકી (47)વ ટ્રક કન્ટેનરના ચાલક નવલકકિશોર સુરજીતકુમાર રહે. પંજાબ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે રાજકોટ હાઇવે રોડ ઉપર લતિપર ચોકડીના ઓવરબ્રિજના રાજકોટ તરફના છેડા પાસેથી તેઓ સર્વિસ રોડ ઉપરથી મેઇન હાઇવે રોડ ઉપર પોતાની હવાલા વાળી એસટી બસ નંબર જીજે 18 ઝેડ 3339 લઈને જઈ રહ્યા હતા દરમિયાન આરોપીએ તેના હવાલા વાળો ટ્રક ફરિયાદીની એસટી બસમાં અથડાયો હતો જેથી કરીને એસટી બસમાં જમણી બાજુએ દરવાજા અને બારીમાં આશરે 50 હજાર રૂપિયાથી વધુનું નુકસાન થયું હતું જેથી એસટી બસના કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News