મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ


SHARE









મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ

મોરબીના જુદા જુદા વિસ્તારોમાં રોડ ઉપર પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા હતા તે સ્પીડ બ્રેકર તો તૂટી ગયા છે પરંતુ તેને લગાવવા માટે રોડમાં જે ખિલ્લા ધરબવામાં આવ્યા હતા તે હજુ પણ રોડ ઉપર જ છે જેથી લોકોના વાહનના ટાયરમાં નુકસાન થાય છે માટે તેને દુર કરવાની તેમજ લાલબાગ નજીક જે લારી અને ગલ્લાના દબાણો અગાઉ દૂર કર્યા હતા તે પાછા ગોઠવાઈ ગયા છે તેને હટાવવામાં આવે અને જો કોઈને લારી ગલ્લા માટેની મંજૂરી આપવામાં આવી હતી તો તેને રદ કરીને ફૂટપાથ લોકોને ચાલવા માટે ખુલી કરવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠાના પૂર્વ સલાહકાર પી.પી જોશીએ હાલમાં મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબીમાં મુખ્ય માર્ગો ઉપર પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર ફિટ કરવામાં આવ્યા હતા અને તેને લગાવવા માટે ખિલ્લા ધરબવામાં આવ્યા હતા જો કે, અમુક જગ્યાએ સ્પીડ બ્રેકર તૂટી ગયા છે પરંતુ લોકોના વાહનમાં નુકશાન કરે તે રીતે હજુ પણ રોડ ઉપર ખિલ્લા લાગેલા છે જેથી આવા ખીલલાઓને દૂર કરવામાં આવે અને જયાં જરૂર હોય ત્યાં નિયમ મુજબના ડામર અથવા સિમેન્ટના સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. આ ઉપરાંત મોરબીમાં લાલબાગ પાસે નાસ્તાની લારી કેબીનો હતી તેને અગાઉ હટાવવામાં આવી હતી તેમ છતાં પણ ફરી પાછી ત્યાં દબાણ થઈ ગયા છે અને જો મહાપાલિકા દ્વારા લારી કે કેબીનો રાખવા માટેની મંજૂરી આપવામાં આવી હોય તો તેને રદ કરીને ત્યાંથી તમામ પ્રકારના દબાણો દૂર કરીને લોકોને ચાલવા માટે ફૂટપાથ ખુલ્લી કરાવવામાં આવે અને ટ્રાફિક માટે રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે લોકોને ચાલવા માટે ફૂટપાથ ખુલી રાખવા માટે થઈને સુપ્રીમ કોર્ટનો પણ હુકમ છે ત્યારે લોકો ફૂટપાથ ઉપર ચાલી શકે અને રસ્તા ઉપર કોઈ પણ પ્રકારનું ટ્રાફિક ન થાય તે માટે લાલબાગ પાસેથી લારી ગલ્લાના દબાણને દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.




Latest News