મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ


SHARE









મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ

મોરબીમાં આવેલ શ્રદ્ધા સોસાયટીમાં રહેતા શખ્સના ઘરમાંથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 29.24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો હતો અને ડ્રગ્સ, રોકડ, મોબાઈલ મળીને 1,09,770 નો મુદ્દામાલ કબજે કર્યો હતો જે ગુનામાં અગાઉ પકાયેલ આરોપીને ડ્રગ્સ આપનારા શખ્સની તપાસનીસ અધિકારી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં આ ગુનામાં પકડાયેલ બંને આરોપીઓ રિમાન્ડ ઉપર છે.

મોરબીના નવલખી રોડ પર આવેલ શ્રદ્ધા સોસાયટીમાં રહેતા મયુરભાઈ ગોગરાના મકાનમાં પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 29.24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 87,720 ની કિંમતનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો તે ઉપરાંત રોકડા રૂપિયા અને મોબાઈલ મળીને 1,09,770 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી મયુરભાઈ બાબુભાઈ ગોગરા રહે. શ્રદ્ધા સોસાયટી નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેના સહિત તપાસમાં જેના નામ સામે આવે તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દરમ્યાન આ ગુનાની તપાસ કરી રહેલા પીએસઆઇ વી.એલ.વાઘેલા અને  તેને ટીમ દ્વારા આરોપી મનહરકુમાર રાજુરામ ખીચર (30) રહે. હાલ વાવડી રોડ ઉમિયા પાર્ક મોરબી મૂળ રહે રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને અગાઉ પકડાયેલા આરોપીને ડ્રગ્સનો જથ્થો હાલમાં પકડાયેલ આરોપી આપવા માટે આવ્યો હતો જોકે, હજુ આ ગુનામાં માલ મોકલાવનાર સુધી પહોચવા માટે તપાસ ચાલી રહી છે અને આ ગુનામાં અત્યાર સુધીમાં પકડાયેલ બંને આરોપી પોલીસ રિમાન્ડ ઉપર છે.




Latest News