ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ગાડીના નદીમાં ખાબકી મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર ઉત્તમભાઈ સુરાણીનો આજે જન્મદિવસ મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર નજીક કેનાલમાં ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ મચ્છુ-2 ડેમમાંથી નીકળ્યો


SHARE







મોરબીના લાલપર નજીક કેનાલમાં ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ મચ્છુ-2 ડેમમાંથી નીકળ્યો

મોરબીના લાલપર ગામ પાસે રહેતો યુવાન કેનાલમાં ન્હાવા માટે થઈને પડ્યો હતો ત્યારે તે કેનાલના પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ કેનાલના પાણી સાથે તેનો મૃતદેહ મોરબીના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમ સુધી પહોંચ્યો હતો જેથી તેના મૃતદેહને ત્યાંથી પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ પ્રિયાગોલ્ડ કારખાનાની બાજુમાં રહેતો ગૌતમ બાબુલાલ હાડા (24) નામનો યુવાન તા.૧૦-૨ નાં સાંજે ૬;૩૦ વાગ્યે લાલપર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ન્હાવા માટે થઈને ગયો હતો અને ત્યા તે પાણીમાં ડૂબી ગયો હતો ત્યારબાદ તેનો મૃતદેહ પાણીમાં તણાઈને મોરબીના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમ સુધી પહોંચી ગયો હતો જેથી ત્યાંથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા ગલ્લારામભાઈ (50) નામના આધેડને અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News