મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા ગામે ગોળાઈમાં બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE









હળવદના કડીયાણા ગામે ગોળાઈમાં બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

હળવદના કડીયાણા ગામે રહેતો યુવાન બાઈક લઈને ગામ નજીક આવેલ દૂધની ડેરી પાસે રોડ ઉપર ગોળાઈમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર તેનું બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં બાઇક ઉપર જઈ રહેલા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવની મૃતક યુવાનના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદના કડીયાણા ગામે રહેતો વિપુલભાઈ હરજીભાઈ વઢરકિયા (27) નામનો યુવાન પોતાનું બાઈક નંબર જીજે 36 એએમ 8280 લઈને ગત તા. 12/2 ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં કડીયાણા ગામે રોડ પાસે આવેલ દૂધની ડેરી નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તે યુવાને પોતાના બાઇકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં વિપુલભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે સાંજે 6:00 વાગ્યાના અરસામાં તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પિતા હરજીભાઈ સોમાભાઈ વઢરકિયા (50) રહે. કડીયાણા વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાળક એરંડાના બી ખાઈ ગયો

હળવદ તાલુકાના ચરડવા ગામે રહેતા પિતાંશુ બાંભણિયાનો 5 વર્ષનો દીકરો પ્રિયાંશ ભૂલથી એરંડાના બી ખાઈ ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે 

ઝેરી દવા પી લેતા સારવારમાં

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબીના ઊંચી માંડલ ગામ પાસે આવેલ મેક્સ ગ્રેનાઇટ પાસે રહેતા ગીતાબેન રાજારામ ઠાકૂર (65) નામના વૃદ્ધા કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા રવિભાઈ દિનેશભાઈ દંતેશરિયા (24) નામના યુવાનને રફાળેશ્વર ગામે યોજાયેલ મેળામાં મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 




Latest News