મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત


SHARE









હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત

હળવદ ખાતે સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ પ્રવાહ સાથે સરકારી કોલેજ શરૂ કરવાની માંગ સાથે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી અને હળવદ શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ તપનભાઈ દવેએ રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લામાં આવેલ હળવદ શહેર તથા આસપાસના ૬૦ થી વધુ ગામોના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણની સુવિધાનો અભાવ છે. હાલ ધો. ૧૨ બાદ વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે મોરબી, સુરેન્‍દ્રનગર અથવા અન્ય શહેરોમાં જવું પડે છે, જેના કારણે આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને દીકરીઓ માટે દૂર શહેરોમાં અભ્યાસ કરવો અનેક પડકારો ઉભા કરે છે. જેથી કરીને હળવદ ખાતે સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ પ્રવાહ સાથેની સરકારી કોલેજ શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને ઘર આંગણે જ સસ્તું ઉચ્ચ શિક્ષણ ઉપલબ્ધ થશે. જેથી કરીને રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને હળવદ ખાતે સરકારી કોલેજ તાત્કાલિક શરૂ કરે તેવી માંગ કરી છે.




Latest News