મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના ઇંગોરાળા મયાપુર રોડ ઉપરથી 300 બિયરના ટીન ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા: 2.63 લાખનો મુદ્દામાલ કબ્જે


SHARE









હળવદના ઇંગોરાળા મયાપુર રોડ ઉપરથી 300 બિયરના ટીન ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા: 2.63 લાખનો મુદ્દામાલ કબ્જે

હળવદ તાલુકાના ઇંગોરાળા મયાપુર રોડ ઉપર આવેલ કેનાલ પાસેથી અલ્ટો ગાડી પસાર થઈ રહી હતી જેને સ્થાનિક પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી બિયરના જુદી જુદી બ્રાન્ડના 300 ટીન મળી આવ્યા હતા. જેથી બીયર અને કાર મળીને કુલ ₹2,63,720 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને હાલમાં બે આરોપીને પકડીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના ઇંગોરાળા મયાપુર રોડ ઉપર આવેલ કેનાલ પાસેથી અલ્ટો ગાડી નંબર જીજે 5 જેઆર 0966 પસાર થઈ રહી હતી તે ગાડીને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાંથી જુદી જુદી બ્રાન્ડના 300 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી 63,720 ની કિંમતનો બિયરનો જથ્થો તથા 2,00,000 ની કિંમતની ગાડી આમ કુલ મળીને 2,63,720 ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે સુરેશભાઈ ચંદુભાઈ રાઠવા (31) રહે. હાલ નવા ઘનશ્યામપુર અવચરભાઈના મકાનમાં હળવદ મૂળ રહે. છોટા ઉદેપુર તેમજ મહેન્દ્રભાઈ ઉર્ફે મુન્નો ભીમાભાઇ જીંજવાડિયા (32) રહે. નવા ઇસનપુર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ભરતનગર ગામ પાસે ટ્રેલરની પાછળ ટ્રક અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં સાદિક માંડલ રહે. કલકત્તા વાળાને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

બાળક સારવારમાં

મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે રહેતો ચારોલા મેહુલભાઈ અરવિંદભાઈ (9) નામનો બાળક બાઇકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઈકની આડે કૂતરો આવતા અકસ્માત થયો હતો અને બાઇક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં બાળકને ઇજા થઇ હોવાથી ઇજા પામેલા બાળકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News