મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના રાણેકપર ગામનો બનાવ: વાડીએ મજૂરને લાફા ઝીકિને ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી


SHARE









હળવદના રાણેકપર ગામનો બનાવ: વાડીએ મજૂરને લાફા ઝીકિને ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી

હળવદના રાણેકપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનને વાડીએથી જતા રહેવા માટે થઈને વાડી માલિકના ભાઈએ કહ્યું હતું જોકે યુવાન વાડીએથી ગયો ન હતો જેથી તેને લાફા મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ છુટા પથ્થર મારીને પેટના ભાગે ઇજા કરી હતી અને જાહેરમાં ગાળો બોલીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવેલ હતો જેથી યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ નર્મદા જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં સુખદેવભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં મુકેશભાઈ કાંતિભાઈ ભીલ (44)એ હાલમાં કરસનભાઈ લાલજીભાઈ પટેલ રહે, રાણેકપર વાળા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે આરોપીએ ફરિયાદીને સુખદેવભાઈની વાડીએથી જતા રહેવા માટે કહ્યું હતું અને ફરિયાદી વાડીએથી ગયેલ ન હોય જેથી આરોપીએ તેને લાફા મારી ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છૂટા પથ્થર મારીને પીઠના ભાગે ઇજા કરી હતી તેમજ ફરિયાદીને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો આપી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News