મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું મોરબીના પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ના પાડવા ગયેલ યુવતી અને તેની દાદીને પાઇપ વડે માર માર્યો મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર નજીક કોમ્પલેક્ષની પાછળ પાર્ક કરેલા ટ્રકની ચોરી ! 


SHARE







મોરબીના લક્ષ્મીનગર નજીક કોમ્પલેક્ષની પાછળ પાર્ક કરેલા ટ્રકની ચોરી ! 

મોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ શિવધારા કોમ્પલેક્ષની પાછળના ભાગમાં ખુલ્લી જગ્યામાં યુવાને પોતાનો ટ્રક મૂક્યો હતો દરમિયાન કોઈ અજાણ્ય શખ્સ દ્વારા તે ટ્રકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 32.50 લાખ રૂપિયાની કિંમતના વાહનની ચોરી થઈ હોવાની હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મૂળ રાજકોટના રહેવાસી અને હાલમાં મોરબી નજીક ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ પાટીદાર ટાઉનશિપ ખાતે બ્લોક નંબર 202 માં રહેતા ટ્રાન્સપોર્ટર અલ્કેશભાઇ સવજીભાઈ વારા (38)હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર ગામની સીમમાં શિવધારા કોમ્પલેક્ષની પાછળ ખુલ્લી જગ્યામાં ફરિયાદીનો ટ્રક નંબર જીજે 13 એ એક્સ 0269 પાર્ક કરીને મૂક્યો હતો જે ટ્રકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 32.50 લાખ રૂપિયાની કિંમતના વાહનની ચોરી થઈ હોવાની હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

જાહેરનામાનો ભંગ

ટંકારા તાલુકાના પ્રભુનગર ગામે મકાન ભાડે આપવામાં આવ્યું હતું જો કે તે અંગેની મકાનમાલિક દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી ન હતી જેથી કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોય ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ બાબભાઈ રહે. વવાણીયા તાલુકો માળીયા મીયાણા વાળા સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી છે.

દેશીદારૂનો 900 લિટર આથો

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 900 લિટર આથો તથા 10 લિટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કુલ મળીને 34,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહિલા આરોપી શોભનાબેન મુકેશભાઈ સુરેલા (25) રહે. ઇન્દીરાનગર મોરબી વાળાને પકડીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.






Latest News