મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદમાં ચરાડવા પાસે બાઈક સ્લીપ થતા માથા-શરીરે ઇજા પામેલ યુવાનનું મોત


SHARE









હળવદમાં ચરાડવા પાસે બાઈક સ્લીપ થતા માથા-શરીરે ઇજા પામેલ યુવાનનું મોત

હળવદના ચરાડવા ગામ પાસેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવની મૃતક યુવાનના દીકરાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના અજીતગઢ ગામની સીમમાં રહેતો અને મજૂરી કામ કરતો જયંતીભાઈ મંગળિયાભાઈ ચૌહાણ (48) નામનો યુવાન બાઈક લઈને ચરાડવા ગામ પાસે આવેલ કેટી મીલ પ્રાથમિક શાળા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક નંબર એમપી 69 ડી 0631 કોઈ કારણોસર સ્લીપ થયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના દિકરા નરવંતભાઇ જયંતીભાઈ ચૌહાણ (21) રહે. હાલ અજીતગઢ મૂળ રહે. એમપી વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાળકી સારવારમાં

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા હિતેશભાઈની બે વર્ષની દીકરી ગોરલ તેના ઘરે પાણીની ડોલમાં ડૂબી ગઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના બાયપાસ રોડ ઉપર ઝૂંપડામાં રહેતો સાહિલ રમજુભાઈ સલાટ (18) નામનો યુવાન નેક્સ્સ સિનેમા પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે કોઈપણ અસર બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News