મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો


SHARE









હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો

હળવદમાં આવેલ જૂની શાકમાર્કેટમાં દુકાન ધરાવતા વેપારીની દુકાન પાસે હરાજી કરતાં શખ્સને વેપારીએ ત્યાં હરાજી કરવાની ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને કુલ 5 શખ્સો વેપારીની દુકાનમાં આવ્યા હતા અને ત્યાં વેપારી અને સાહેદ ઉપર પાઈપ વડે હુમલો કર્યો હતો ત્યારે વેપારીને હાથના ભાગે પાઇપ મારતા તેને અંગૂઠોમાં ગંભીર ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ વેપારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદમાં આવેલ પ્રમુખસ્વામી નગરમાં રહેતા અનિલભાઈ માણેકભાઈ મેઢા (55)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુનિલભાઈ પ્રતાપભાઈ રબારી રહે. જૂની મામલતદાર કચેરી સામે હળવદ અને અન્ય ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, હળવદની જૂની શાક માર્કેટમાં તેઓની દુકાન આવેલી છે અને તેની દુકાન પાસે સુનિલભાઈ હરાજી કરતો હતો જેથી ફરિયાદી તેને દુકાન પાસે હરાજી કરવાની ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને સુનીલભાઈ તથા તેની સાથે અજાણ્યા ચાર શખ્સો આમ કુલ પાંચ વ્યક્તિ હથિયાર સાથે ફરિયાદીની દુકાનમાં આવ્યા હતા અને ત્યાં ફરિયાદી તથા સાહેદ પુનિતને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તથા ફરિયાદી અને સાહેદ પુનિત ઉપર લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો અને ત્યારે આરોપી સુનિલે લોખંડના પાઈપ વડે ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો અને તેને જમણા હાથના અંગૂઠામાં માર માર્યો હતો જેથી ગંભીર ઇજા પામેલા વેપારીને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ તેઓએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News