મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા મોરબીના સોઓરડી વિસ્તારમાં યુવાને કોઈ કારણોસર ઘરમાં જ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડિયા ગામે પત્નીની હત્યા કરનારા હત્યારા પતિની ધરપકડ


SHARE













મોરબીના જાંબુડિયા ગામે પત્નીની હત્યા કરનારા હત્યારા પતિની ધરપકડ

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામે પતિએ પત્નીને કુહાડીના ત્રણ ઘા ઝીંક્યા હતા જેથી આધેડ મહિલાને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું અને મૃતક મહિલાના દીકરાએ તેના જ પિતાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે પત્નીની હત્યા કરનાર આરોપી પતિ સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરેલ છે

મોરબી જીલ્લામાં હત્યાના બનાવી ચિંતાજનક રીતે વધી રહ્યા છે તેવામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા નવા જાંબુડીયા ગામે રહેતી પરિણીત મહિલાની તેના જ પતિ દ્વારા હત્યા કરવામાં આવી હતી જેથી કરીને મૃતક મહિલાના દીકરા ગુણવંતભાઈ હંસરાજભાઈ વીંજવાડીયા (૨૪)એ તેના જ પિતા હંસરાજભાઈ મોહનભાઈ વીંજવાડીયાની સામે તેની માત અને આરોપીની પત્ની મંજુબેન હંસરાજભાઈ વીંજવાડીયા જાતે કોળી (ઉંમર ૫૦) ની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસે હાલમાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ કરેલ છે

નવા જાંબુડિયા ગામે જે મહિલાની હત્યા કરવામાં આવી છે તેના હત્યારા પત્ની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે ડીવાયએસપી મુનાફ પઠાણે માહિતી આપતા જણાવ્યુ હતું કે, આરોપી પિતા હંસરાજભાઈ અને તેની મૃતક પત્ની મંજુબેન વચ્ચે અણબનાવ હતો જેથી કરીને તેઓ એક જ વિસ્તારમાં અલગ-અલગ ઘરમાં જુદા રહેતા હતા અને મંજુબેન તેના ચાર દીકરા અને પુત્રવધુ સાથે રહેતા હતા જોકે, મંજુબેન આરોપીના ઘરે ગયા હતા ત્યારે તેના પતિ સાથે ઘરે પાછા આવવા બાબતે બોલાચાલી થયેલ હતી જેથી મંજુબેનને તેના પતિ હંસરાજભાઈએ ગળા, માથા અને હાથ ઉપર કુહાડીના ત્રણ જીવલેણ ઘા મારી દીધા હતા જેથી મંજુબેનનું મોત નીપજયું હતું હાલમાં મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે પત્નીને કુહાડીના ત્રણ ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરનારા તેના પતિની મોરબી તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે જો કે, મોરબી જીલ્લામાં છેલ્લા મહિનાઓથી હત્યાઓનો જે સિલસિલો ચાલી રહ્યો છે અને કોઈપણ જગ્યાએ કોઈપણ કારણોસર આડેધડ જે રીતે લોકોની હત્યાઓ કરવામાં આવી રહી છે તે સિલસિલો કયારે અટકશે તે સૌથી મોટો સવાલ છે




Latest News