મોરબીના સિરામિક ઉદ્યોગને બચાવવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
SHARE









મોરબીના સિરામિક ઉદ્યોગને બચાવવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરીને મોરબીના સિરામિક ઉદ્યોગને મૃતપાય થતો બચાવવા માટે યોગ્ય કરવાની માંગ કરેલ છે
તેઓએ કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, ભારતનો સોથી મોટો તેમજ દુનિયામાં બીજા નંબરનો સિરામિક ઉદ્યોગ મોરબીમાં સ્વયંભુ વિકસાવેલો છે. આ ઉધોગ દ્વારા ઘણા લોકો ભાગીદારીથી તેમજ ઘણા લોકો નોકરીથી રોજી રોટી રળી રહ્યા છે તેમજ સિરામિક સાથે ટ્રાન્સપોર્ટ, પેકેજીંગ વગેરેમાં પણ લોકોને રોજગારી મળી રહી છે અને અન્ય રાજ્યોમાંથી પણ લોકો રોજીરોટી રળવા માટે મોરબી આવે છે હાલમાં આ ઉદ્યોગ મૃતપાય અવસ્થામાં આવી ગયેલો છે. પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો, કન્ટેઈનરનો ભાવ વધારો, રોમટીરીયલ્સનો ભાવ વધારો, ઈલેક્ટ્રીસીટીનો ભાવ વધારો અને હવે ગુજરાત સરકારની કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં કમરતોડ ભાવ વધારો થવાનો છે
હાલમાં ૫૦% થી પણ વધારો યુનિટો બંધ છે અને જે ચાલુ છે તે પણ ૫૦% જ ઉત્પાદન લઇ શકે છે જેથી ઘણા બધા યુવાનો તેમજ મજુરોએ પોતાની નોકરી અને રોજીરોટી ગુમાવેલ છે અંતરરાષ્ટ્રીય માર્કેટમાં હવે મોરબીની સિરામિક પ્રોડક્ટની પડતર ઊંચી થતી હોવાથી એક્સપોર્ટ પણ ઘટી જવા પામેલ છે અને ડોમેસ્ટિક માર્કેટમાં પણ ભાવ વધારાના કારણે ડીમાંડમાં મોટા પાયે ઘટાડો આવેલ છે. જો આવું જ ચાલશે તો આ ઉદ્યોગ પડી ભાગશે ત્યારે આ ઉદ્યોગને બચાવવા માટે ગેસનો ભાવ વધારો બંધ કરી ભાવોમાં ઘટાડો કરવામાં આવે, કન્ટેઈનરના ભાવ વધતા જે એક્ષ્પોર્ટમાં ઘટાડો આવેલ છે. તે એક્ષ્પોર્ટમાં વધારો થાય તે માટે એક્ષ્પોર્ટ કરનાર યુનિટને કન્ટેઈનર ભાડા સામે સબસીડી આપો, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અન્ય દેશની પ્રોડકસ સામે ભારતનો માલ ભાવની પેરીટીએ ટ્ક્કી શકે માટે ગુજરાત સરકારમાંથી એક્ષ્પોર્ટ કરનારને કરવેરાના લાભો આપવો જોઈએ અને ડોમેસ્ટિક માર્કેટમાં વેચાણ વધે તે માટે ઉધોગ કરોને કોઈ સ્કીમ લાવીને પ્રોત્સાહન આપો, મોટા ઉધોગપતિઓના દેવા માફ થાય છે. તેવી રીતે નબળા પડેલા યુનિટોના દેવા માફ કરીને તે ફરીથી પોતાનો બિજનેશ ચાલુ કરીને શકે તેવી સ્કીમ આપવા માટે રજૂઆત કરેલ છે
