મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે


SHARE









હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે


હળવદ તાલુકાના દીઘડીયા ગામ પાસે રોડ ઉપરથી કાર પસાર થઈ રહી હતી ત્યારે તે કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની 288 બોટલ મળી આવતા 2.56 લાખથી વધુની કિંમતમાં દારૂનો જથ્થો તથા કાર સહિત કુલ મળીને 5.56 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે એક શખ્સની ધરપકડ કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમા હતી ત્યારે દિઘડીયા ગામ પાસેથી ઈકો સપોર્ટ ગાડી નંબર જીજે 36 એફ 9267 પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા ગાડીમાંથી દારૂની 288 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 2,56,800 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને 5,56,800 રૂપિયાની કિંમતના મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી જયરાજભાઇ દિલુભાઈ ઉર્ફે દિલીપભાઈ બોરીચા રહે કળમાદ તાલુકો મુળી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News