મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો


SHARE









હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો

હળવદના ટીકર ગામે કૌટુંબિક બહેનની પાછળ જતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર એક શખ્સે છરી વડે હુમલો કર્યો હતો અને યુવાનને પેટ, ગળાની હાંસળીની નીચે છાતીના ભાગે છરીના ઘા માર્યા હતા જેથી કરીને તે યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ ગયા હતા આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા અને ઇલેક્ટ્રીકની દુકાન ધરાવતા મહોમદઅયાઝ વારીશભાઈ કગથરા (22) નામના યુવાને ફિરોજ સલીમભાઈ સંધિ રહે. ટીકર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીએ તેના કાકા સુમારભાઈની દીકરી રૂકસાનાની પાછળ ફરિયાદી જતો હોવાની શંકા અને વહેમ રાખીને તેને ગાળો આપી હતી અને ત્યારબાદ છરી વડે હુમલો કરીને પેટના ડાબી બાજુના પડખાના ભાગે, જમણા હાથના બાવળામાં, જમણી બાજુ ગળાની હાંસળીની નીચેના ભાગમાં છાતી પાસે છરીના ઘા માર્યા હતા જેથી ગંભીર ઇજા પામેલા યુવાને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News