મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ ટીમ મોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવીમોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવી મોરબી  :  લગ્ન મુહૂર્તે થતાં બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નમ્બર્સ જાહેર કરાયા મોરબીના આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત, બંને વાહનમાં નુકસાની મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પમાં 152 લોકોએ કર્યું રક્તદાન મોરબીના નારણકા ગામે બહુચરાજી માતાજી મંદિરે શીલાસ્થાપનનો કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લા-ગુજરાતનો વિકાસ રોકવાનું કામ કરનારાઓને હવે ઘર ભેગા કરવાના છે: હર્ષ સંઘવી
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત


SHARE













મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત

મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે આવેલ વિવાહ સાડીના શોરૂમની ઉપરના ભાગમાં આવેલ ઓરડીમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જ્યારે મોરબીના વજેપર વિસ્તારમાં બનેવીના ઘરે ગયેલા સાળાનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે અને વાંકાનેરના રાણેકપર પાસે પાણીના ખાડામાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું છે આ અપમૃત્યુના બનાવોની સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

મોરબીમાં જુના બસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ વિવાહ સાડી શોરૂમ ઉપર આવેલ રહેણાક મકાનની ઓરડીમાં અંકિતભાઈ કાનાભાઈ મકવાણા (20) નામના યુવાને કોઈપણ કારણોસર ઓરડી ની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ આ બનાવની ઋષિકાબેન કાનાભાઈ મકવાણા રહે. વિવાહ સાડીના શોરૂમની ઉપર ઓરડીમાં મૂળ રહે. ડોળાસા તાલુકો કોડીનાર વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર નજીક આવેલ રાણેકપર ગામની ખારી સીમ વિસ્તારમાં પાણીના ખાડામાં ડૂબી જવાના કારણે રાહુલ (35) નામના યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર  કાઢીને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની અલ્તાફભાઈ માથાકિયા (41) રહે. રાણેકપર વાળાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના વાઘપર વિસ્તારમાં રહેતા જયેશભાઈ ગોવિંદભાઈ પરમાર (46) નામનો યુવાન મોરબીના વજેપર ગામે આવેલ તેમના બનેવી કનૈયાલાલ બેચરભાઈના ઘરે હતો ત્યારે ત્યાં તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેને હાર્ટ એટેક આવી જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કરીને આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી. 






Latest News