મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર


SHARE







મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ શનિવાર છે જોકે શુક્રવારના દિવસ દરમિયાન મોરબી મહાપાલિકાની ચૂંટણી માટે વધુ 44 જેટલા આગેવાનો દ્વારા પોતાના ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે અને કુલ મળીને 75 જેટલા ઉમેદવારી પત્રો આજ દિવસ સુધી ભરી ગયેલ હોવાનું અધિકારી પાસેથી માહિતી મળી છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે કુલ મળીને 511 જેટલા આગેવાનો દ્વારા ચૂંટણી લડવા માટે થઈને ઉમેદવારી લઈ ગયા છે જોકે, આજે બપોરના ત્રણ વાગ્યા સુધી કેટલા આગેવાનો રાષ્ટ્રીય પક્ષના ઉમેદવાર તરીકે અથવા તો અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરે છે તેના ઉપર સહુ કોઇની નજર છે.

મોરબી મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજવાની છે તેના માટે શુક્રવાર શુક્રવારના દિવસ દરમિયાન ચૂંટણી લડવા માટે કુલ 171 આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ઉપાડવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ મળીને 511 જેટલા આગેવાનો ઉમેદવારી પત્રો લઈ ગયા છે અને ગુરૂવાર સુધીમાં કુલ મળીને 31 આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા જોકે, શુક્રવારે વધુ 44 આગેવાનોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા જેથી આમ કુલ મળીને 75 ઉમેવદારો પત્રો ભરાયા છે. જેમાં વોર્ડ નં. 1 થી 4 માં 23, વોર્ડ નં. 5 થી 9 માં 31 અને વોર્ડ નં.  10 થી 13 માં 21 આગેવાનો દ્વારા ફોર્મ ભરવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, ગઇકાલે મોડી રાતે ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવેલ છે જેથી કરીને ભાજપમાં ભડકો થયો છે અને એક માજી પ્રમુખ તેની અપક્ષની પેનલ બનાવીને ચૂંટણીના મેદાનમાં આવી રહ્યા છે આ ઉપરાંત ભાજપમાંથી બીજા પણ નારાજ આગેવાનો દ્વારા અપક્ષમાંથી ઉમેદવારી કરવામાં આવે તેવી શક્યતા છે જેથી આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કોણ કોણ પક્ષ કે અપક્ષમાંથી ઉમેદવારી કરી રહ્યા છે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે. 






Latest News