મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ ટીમ મોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવીમોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવી મોરબી  :  લગ્ન મુહૂર્તે થતાં બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નમ્બર્સ જાહેર કરાયા મોરબીના આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત, બંને વાહનમાં નુકસાની મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પમાં 152 લોકોએ કર્યું રક્તદાન મોરબીના નારણકા ગામે બહુચરાજી માતાજી મંદિરે શીલાસ્થાપનનો કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લા-ગુજરાતનો વિકાસ રોકવાનું કામ કરનારાઓને હવે ઘર ભેગા કરવાના છે: હર્ષ સંઘવી
Breaking news
Morbi Today

વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું


SHARE













વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું

વાંકાનેરની શ્રીમતી એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલય  વાંકાનેરની ધો. ૧૧ની વિદ્યાર્થીની ઝાલા ગાયત્રીબા વિરેન્‍દ્રસિંહ તેમજ નિર્મલા કોવેન્ટ સ્કૂલના વિદ્યાર્થીની યોગીનીબા મહાવીરસિંહ ઝાલા અને સરસ્વતી શિશુમંદિરના વિદ્યાર્થી વંશરાજસિંહ ઝાલાએ ઈન્ટર નેશનલ કોંફરન્સ ઓના મહાકાલ: ધ માસ્ટર ઓફ ટાઈમ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કોનસોલેશન ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ આંતરરાષ્ટ્રીય પરિષદ ભારત સરકારના ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ડિવિઝન મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા ઉજ્જૈન ખાતે એસ્ટ્રોનોમિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કોમ્પિટિશન તા. ૩ થી ૫ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન યોજાઈ હતી. જેમાં ગાયત્રીબા અને તેમની ટીમ દ્વારા સમયમાપન સંબંધિત વૈજ્ઞાનિક અભ્યાસ અંતર્ગત Equatorial Sundial, Shanku Yantra, Horizontal Sundial અને Polar Sundial ધનુર યંત્ર, માન યંત્ર જેવા યંત્રોનું નિર્માણ  તેમના ટીમ મેમ્બર યોગીનીબા ઝાલા વંશરાજસિંહ ઝાલાની સાથે રહીને મહાવીરસિંહ ઝાલા અને નિર્મલા કોવેન્ટ સ્કૂલના માર્ગદર્શન હેઠળ નિર્માણ કર્યું હતું તેમની વૈજ્ઞાનિક કાર્યપદ્ધતિ, સિદ્ધાંતો અને ઉપયોગિતાનું સુવ્યવસ્થિત પ્રસ્તુતીકરણ પણ મહાવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ થયું હતું. અને તેમની સંશોધનાત્મક દૃષ્ટિ, સર્જનાત્મકતા અને વિષયની ઊંડી સમજના આધારે તેમને ત્રીજો ક્રમ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ સમગ્ર ટીમને રૂ. ૧૫,૦૦૦ જેટલી રકમનું પુરસ્કાર પણ  મળ્યું હતું આ ગૌરવ પૂર્ણ અવસરે શાળાના ટ્રસ્ટીઓ, પ્રધાન આચાર્ય દર્શનાબેન જાની વિદ્યાભારતી ટ્રસ્ટના પ્રમુખ અમરશીભાઈ મઢવી તથા શિક્ષકગણ દ્વારા ગાયત્રીબાની સિદ્ધિને ગૌરવપૂર્ણ ગણાવી તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને મહાવીરસિંહ ઝાલાની સમગ્ર ટીમને બીરદાવી છે. સાથે જ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક તથા સંશોધનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરવાની પણ નોંધ લીધી હતી.આ સિદ્ધિ શાળા માટે વાંકાનેર માટે અને ગુજરાત માટે ગૌરવનો વિષય બની રહી છે અને સમગ્ર શાળા પરિવારમાં આનંદ તથા ગૌરવની લાગણી વ્યાપી છે. આ અવસરે શાળા પરિવાર દ્વારા મહાવીરસિંહ ઝાલા અને એની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.






Latest News