મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
Breaking news
Morbi Today

મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ


SHARE







મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ

મોરબીની આયુષ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં સંપૂર્ણ બેભાન અવસ્થામાં 85 વર્ષના વયોવૃદ્ધ દર્દીને લઈને આવ્યા હતા અને ત્યારે ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા તપાસ કરતા જણાયું હતું કે દર્દીને લોહીની 4-5 ઉલ્ટીઓ થઈ હતી અને એના માટેનુ જરૂરી ઓપરેશન એ દિવસે જ કરાવેલું હતું, દર્દીના હ્રદયની મુખ્ય બે નળીઓમા બ્લોક આવેલુ હતુ, દર્દીના મગજ મા લોહી નીકળેલુ છે, લિવર પર ડેમેજ થયેલુ છે, કિડની પર ડેમેજ થયેલુ છે, બી.પી ખૂબજ ઓછુ છે, ઓક્સિજન લેવલ ખૂબજ ઓછુ છે. આમ દર્દી ની અતિ નાજુક સ્થિતિને ધ્યાનમાં લેતા તાત્કાલીક ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબની સૂચના મુજબ સારવાર હેઠળ આયુષ હોસ્પિટલના આઈ.સી.યુ. વિભાગમા દાખલ કરવામાં આવ્યા હતા આમ વયોવૃદ્ધ દર્દીને આટલુ જીવનનું જોખમ હોવા છતા તેમના સચોટ નિદાન અને સારવારના પગલે દર્દીનો જીવ બચી ગયો અને માત્ર એક અઠવાડિયામાં તેમની હોસ્પિટલમાથી ચાલતા પગે રજા કરવામાં આવી હતી, આથી દર્દી તેમજ તેમના સગાઓ દ્વારા આયુષ હોસ્પિટલ અને ડો.સત્યજીતસિંહ જાડેજાનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. આમ જીવન માટેની લડાઈમાં વધુ એક દર્દીને નવુ જીવન આપવામાં આવ્યું હતુ






Latest News