મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા


SHARE







છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યાર પછીથી મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાનો સીરામીક ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો અને છેલ્લા એક મહિનાથી કારખાના બંધ હોવાના લીધે 7 હજાર કરોડનું ટર્નઓવર ઠપ્પ થઈ ગયું છે. અને પ્રત્યેક ઉદ્યોગકારને અંદાજે 50 લાખથી લઈને 1.50 કરોડ સુધીનું નુકસાન થયું છે ત્યારે હવે આ નુકસાનીને કવર કેવી રીતે કવર કરવી તે સૌથી મોટી ચેલેન્જ સિરામિક ઉદ્યોગકારો સામે છે

ઈરાન-ઈઝરાયેલ યુધ્ધના લીધે મોરબી સિરામિક ઉદ્યોગનું અંદાજે 7 હજાર કરોડનું ટર્નઓવર ઠપ્પ

મોરબીના જુદાજુદા કારખાનામાં સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે જોકે છેલ્લા એક મહિનાથી સિરામિકના કારખાનાની અંદર મશીનરીઓ શાંત પડી છે કારણકે ગેસ મળતો ન હોવાના લીધે કારખાના બંધ થઈ ગયા છે અને મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ જણાવ્યું હતું કે મોરબીમાં 650 જેટલા સિરામિકના કારખાના આવેલા છે અને આ ઉદ્યોગનું વાર્ષિક અંદાજે 60 થી 70 હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર છે. જોકે, છેલ્લા એક મહિનાથી કારખાના બંધ હાલતમાં હોવાના કારણે મોરબીનું અંદાજે 7 હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર ઠપ્પ થઈ ગયું છે

વધુમાં કહ્યું હતું કે, મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા છેલ્લા મહિનામાં સિરામિકના જે કન્ટેનર વિદેશ મોકલવા હતા તેમાંથી 700 થી વધુ કન્ટેનરો કંડલા અને મુદ્રા પ્લોટ ઉપરથી પરત આવી ગયા છે જોકે, આજની તારીખે લગભગ 700 થી 800 જેટલા કન્ટેનર હજુ પણ જુદા જુદા દેશના પોર્ટ ઉપર પડ્યા છે તે ક્યારે પાછા આવશે અથવા તો પાર્ટી સુધી પહોંચશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે અને પ્રત્યેક કન્ટેનરે 50 હજારથી લઈને 1.50 લાખ જેટલો ખર્ચો ઉદ્યોગકાને લાગશે.

પ્રત્યેક સિરામિક કારખાનેદારને 50 લાખથી દોઢ કરોડનું નુકસાન

મોરબીના સીરામીક ઉદ્યોગકારોને મળતો પ્રોપેન ગેસ બંધ થયો અને ત્યારબાદ નેચરલ ગેસ પણ પૂરતા પ્રમાણમાં મળતો ન હતો જેથી સિરામિક કારખાના બંધ થયા હતા અને છેલ્લા લગભગ એકાદ મહિના જેટલા સમયથી મોરબીના સિરામિક કારખાના બંધ હાલતમાં છે જેથી ઉદ્યોગકારોને મોટા પ્રમાણમાં નુકસાની છે તેવામાં પ્રત્યેક કારખાનેદારને અંદાજે ઓછામાં ઓછા 50 લાખથી લઈને વધુમાં વધુ દોઢ કરોડ સુધી આ યુદ્ધના કારણે નુકસાન થયું છે અને આ નુકશાની કેવી રીતે કવર કરવી તે સિરામિક ઉદ્યોગકારો માટે બહુ મોટી ચેલેન્જ છે. તેવું સિરામિક ઉદ્યોગકારો પાસેથી જાણવા મળી રહ્યું છે






Latest News