શંકાસ્પદ રીતે ખાતરની હેરાફેરી: મોરબીમાં યુરિયા 100 થેલી ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો
કોંગ્રેસનાં શાસનમાં આમરણથી મોરબી બે કલાકે આવતા લોકો આજે માત્ર અડધા કલાકમાં આવે છે, આ વિકાસ કોંગ્રેસને દેખાતો નથી: હર્ષ સંઘવી
SHARE
કોંગ્રેસનાં શાસનમાં આમરણથી મોરબી બે કલાકે આવતા લોકો આજે માત્ર અડધા કલાકમાં આવે છે, આ વિકાસ કોંગ્રેસને દેખાતો નથી: હર્ષ સંઘવી
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં મોરબી જિલ્લાના આમરણ (ડાયમંડનગર) ખાતે ચૂંટણી સભા યોજાઇ હતી જેમાં કોંગ્રેસને આડે હાથે લેતા કહ્યું હતુ કે, આઝાદીના લડવૈયાઓએ અનેક સપના જોયા હતા જે ભાજપની વર્તમાન સરકાર પૂરા કરી રહી છે અને ખાસ કરીને રોડ રસ્તા, આરોગ્ય સહિતની બાબતો માટે સરકાર દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે અને વિકાસ થઈ રહ્યો છે તે કોંગ્રેસ વાળાઓને દેખાતો નથી તેવો ટોણો પણ માર્યો હતો.
મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રચાર શરૂ થઈ ગયો છે ત્યારે ગુજરાત રાજ્ય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આજે મોરબી જિલ્લા પંચાયતની બગથળા, આમરણ અને ખાનપર બેઠક તેમજ તે બેઠકોની નીચે આવતી તાલુકા પંચાયતની બેઠકોના સભ્યોના પ્રચાર માટે ભાજપની ચૂંટણી સભા યોજાઇ હતી આ તકે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશના લોકોને આઝાદી મળી ત્યારે આઝાદીના લડવૈયાઓ દ્વારા લોકોને વીજળી મળે, સારા રોડ રસ્તા મળે, સારી આરોગ્યની સેવાઓ મળે તેવા અનેક સપના જોયા હતા જો કે, કોંગ્રેસના શાસન વખતે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ગુજરમાં જયારથી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી ભાજપ સરકાર સત્તા ઉપર આવી છે ત્યારથી ગામડાઓ સુધી લોકોને વીજળી, આરોગ્યની 10 લાખ સુધીની સારવાર માટે આયુષમાન કાર્ડ વિગેરે અનેક સુવિધા મળી રહી છે આટલું જ નહીં ભૂતકાળના દિવસોને યાદ કરીને સભામાં આવેલા વડીલો સહિતના લોકો હાજર હતા તેઓએ સવાલ કર્યો હતો કે કોંગ્રેસનાં શાસનમાં આમરણથી મોરબી જવું હોય તો કેટલો સમય લાગતો હતો ત્યારે સામેથી જવાબ આવ્યો હતો કે દોઢ થી બે કલાક જો કે, આજે ભાજપની સરકારે ટનટન રોડ બનાવી દીધા છે જેથી માત્ર અડધા થી પોણા કલાકમાં જ મોરબી સુધી પહોચી જવાય છે, આ વિકાસ છે જો કે, તે કોંગ્રેસને દેખાતો નથી તેમ કહીને કોંગ્રેસને આડે હાથે લઈને ટોણો માર્યો હતો.