વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ: વાંકાનેરમાં 7, મોરબીમાં 4.5, માળિયામાં 4 ઇંચ તથા ટંકારા અને હળવદમાં 2-2 ઇંચ મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા
Breaking news
Morbi Today

મોરબી શહેર અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના જુદા જુદા બનાવમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોત


SHARE







મોરબી શહેર અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના જુદા જુદા બનાવમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોત

મોરબી શહેર અને વાંકાનેર તાલુકા વિસ્તારમાં હાર્ટ એટેકથી વૃદ્ધ અને યુવાનનું મોત નીપજ્યું છે જ્યારે મોરબીમાં ભત્રીજાના ઘરે આવેલ વૃદ્ધાને બીમારી સબબ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

મોરબીના મકરાણી વાસ વિસ્તારમાં રહેતા નૂરમામદભાઈ જીવાભાઇ સંધિ (73) નામના વૃદ્ધ ભંગારની ફેરી કરતા હોય તેઓ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કદમ મેડિકલ વાળી શેરીમાં યદુનંદન સોસાયટી ખાતે ભંગારની ફેરી કરવા માટે થઈને ગયા હતા ત્યારે તેઓને હાર્ટ એટેક આવતા 108 મારફતે તેઓને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

અમદાવાદના સાણંદ ખાતે રહેતા લીલાબેન નટુભાઈ સોલંકી (76) નામના વૃદ્ધા મોરબીમાં સબજેલની સામેના ભાગમાં આવેલ વાલ્મિકી વાસ વિસ્તારમાં તેઓના ભત્રીજા ભરતભાઈના ઘરે આવ્યા હતા અને બીમારી સબબ તેઓને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

વાંકાનેર બાઉન્ટ્રી નજીક ટોલનાકા પાસે અજાણ્યા 45 થી 50 વર્ષના યુવાનને બીમારી સબબ 108 મારફતે ચોટીલાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા હતા દરમિયાન રસ્તામાં તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને પ્રાથમિક તપાસમાં યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું જેની વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News