વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ: વાંકાનેરમાં 7, મોરબીમાં 4.5, માળિયામાં 4 ઇંચ તથા ટંકારા અને હળવદમાં 2-2 ઇંચ મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે શહેરના મુખ્યમાર્ગો ઉપરથી ભવ્ય શોભાયાત્રા નીકળી, રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિય સહિતના આગેવાનો જોડાયા


SHARE







મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે શહેરના મુખ્યમાર્ગો ઉપરથી ભવ્ય શોભાયાત્રા નીકળી, રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિય સહિતના આગેવાનો જોડાયા

મોરબીમાં દર વર્ષે પરશુરામ જન્મ જયંતિની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે રવિવારે મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં ભૂદેવો સહપરિવાર જોડાયા હતા.

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જયંતિ નિમિતે દર વર્ષે ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મોરબીના વાઘપરા શેરી નં. 4 માં આવેલ ગાયત્રી મંદિરથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને બપોરે 4:00 વાગ્યે ગાયત્રી મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ રામ ચોકશનાળા રોડહોસ્પિટલ ચોકશાક માર્કેટ ચોકનગર દરવાજાસુભાષ રોડગેસ્ટ હાઉસ રોડવીસી ફાટકનવલખી રોડ થઈને આ શોભાયાત્રાને નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી

મોરબીના માર્ગો ઉપરથી પરશુરામ ભગવાનની શોભાયાત્રા નીકળી હતી ત્યારે રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયા હતા. ત્યાર બાદ પરશુરામ ધામ ખાતે અન્નકૂટ દર્શનમહાઆરતી અને મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ આગામી વર્ષ માટેની પરશુરામ યુવા ગ્રૂપની ટીમને જાહેર કરવામાં આવી હતી જેમાં પરશુરામ યુવા ગ્રૂપના નવા પ્રમુખ તરીકે કૌશલભાઈ હિતેશભાઇ મહેતાને જવાબદારી સોંપવામાં આવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ ઉદયભાઈ જોશી તેમજ મહામંત્રી વિશ્વાસભાઈ જોશીહર્ષભાઈ વ્યાસ અને વિજયભાઇ રાવલ સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News