મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના મયાપુર ગામે જમીનના ડખ્ખામાં થયેલ મારા મારીના બનાવમાં હવે વળતી ફરિયાદ


SHARE









હળવદના મયાપુર ગામે જમીનના ડખ્ખામાં થયેલ મારા મારીના બનાવમાં હવે વળતી ફરિયાદ

હળવદ તાલુકાના મયાપુર ગામે જમીનના ડખ્ખામાં ચાર દિવસ પહેલા મારામારીનો બનાવ બન્યો હતો. જે બનાવ સંદર્ભે અગાઉ એક ફરિયાદ નોંધ થઈ હતી હવે સમાપક્ષેથી ઇજા પામેલા યુવાને ફરિયાદ નોંધાવેલ્ક છે જેના આધારે પોલીસે બે મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદમાં સરા રોડ ઉપર આવેલ આસોપાલવ સોસાયટી મકાન નંબર 78 ખાતે રહેતા દિલીપભાઈ ધરમશીભાઈ લબકામણા (42) એ બળદેવભાઈ ભૂદરભાઈ કંઝારીયા, રમીલાબેન બળદેવભાઈ કંઝારીયા, સોનલબેન, અરવિંદભાઈ હરજીભાઈ, વાસુદેવભાઈ છગનભાઈ અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, હળવદ તાલુકાના મયાપુર ગામની સીમમાં ફરિયાદીની ગામોટિયું નામની વાડીએ આરોપીઓ આવ્યા હતા અને આ જમીન અમારી છે અને તમારે આ જમીનમાં પગ મૂકવો નહીં તેમ કહીને ફરિયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી અને ઉશ્કેરાઈ જઈને બળદેવભાઈએ ફરિયાદીને કમરની પાછળના ભાગમાં લોખંડનો પાઈપ મારીને ઇજા કરી હતી જયારે રમીલાબેને ધોકો મારીને ફરિયાદીને નીચે પાડી દીધો હતો અને બાદમાં  સોનલબેન લોખંડની કુહાડી, અરવિંદભાઈ તથા વાસુદેવભાઈ લાકડાના ધોકા સાથે ત્યાં આવ્યા હતા અને ફરિયાદી સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે બે મહિલા સહિત કુલ છ વ્યક્તિ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News