મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી


SHARE









મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી

મોરબીના વૃદ્ધની હળવદના કડીયાણા અને ચરાડવા ગામની વચ્ચે બાર બોર નામે ઓળખાતી સીમમાં વાડી આવેલી છે અને તે વાડીની ઓરડીની અંદર રાખવામાં આવેલ કોપર વાયરના જથ્થાની ચોરી કરવામાં આવે છે જેથી અંદાજે 1 લાખ રૂપિયાની કિંમતના કોપર વાયરની ચોરી થઈ હોવાની ભોગ બનેલા વૃદ્ધે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ મારુતિનગર વિદ્યુતનગરની બાજુમાં રહેતા લાલજીભાઈ અણદાભાઇ સિણોજીયા (60)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદના કડીયાણા અને ચરાડવા ગામની વચ્ચે બાર બોર નામની ઓળખાતી સીમમાં તેઓની તેઓની વાડી આવેલી છે અને તે વાડીની ઓરડીમાં અજાણ્ય શખ્સ દ્વારા પ્રવેશ કરીને ત્યાં રાખવામાં આવેલ સબમર્સીબલ મોટરનો કેબલ કોપર વાયર આશરે 1600 ફૂટ જેની કિંમત 1 લાખ રૂપિયા થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News