મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા
Breaking news
Morbi Today

મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ


SHARE







મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ તિરુપતિ સોસાયટીમાં રહેતા આધેડે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે જ્યારે મોરબીની સરસ્વતી સોસાયટીમાં રહેતી આધેડ મહિલાએ પોતાના ઘરના બાથરૂમમાં પોતાના શરીર ઉપર જવલંતશીલ પદાર્થ છાંટીને આગ ચાંપી લીધી હતી જેથી ગંભીર રીતે દાઝી ગયેલ મહિલાનું મોત નીપજ્યું હતું આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી  છે.

મોરબીના આલા રોડ ઉપર આવેલ રામાપીરના મંદિર વાળી શેરીમાં તિરૂપતિ સોસાયટી ખાતે રહેતા અશ્વિનભાઈ હરખજીભાઈ બોપલિયા (50) નામના આધેડે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ સામે આવેલ સરસ્વતી સોસાયટી શેરી નં.2 માં રહેતા મીનાક્ષીબેન સુખદેવભાઈ અઘેરા (58) નામના મહિલાએ પોતે પોતાના ઘરની અંદર કોઈપણ કારણોસર બાથરૂમનો દરવાજો અંદરથી બંધ કરીને પોતાના શરીર ઉપર જવલંતશીલ પદાર્થ છાંટીને આગ ચાપી લીધી હતી જેથી ગંભીર રીતે દાઝી જવાના કારણે મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના દીકરા મયુરભાઈ સુખદેવભાઈ અઘેરા (30)એ મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News