મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી


SHARE









મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર રાજ્યની અંદર 94.85 ટકા સાથે મોરબી જીલ્લો સાયન્સ વિભાગમાં નંબર વન આવ્યો છે જ્યારે સામાન્ય પ્રવાહમાં મોરબી જિલ્લાનું 96.23 ટકા પરિણામ આવ્યું છે જેથી કરીને મોટાભાગના વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા હોવાથી વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે જે બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં સમગ્ર ગુજરાતની અંદર 94.85 ટકા સાથે સાયન્સ વિભાગમાં મોરબી જીલ્લો અવ્વલ નંબર ઉપર આવ્યો છે. ત્યારે મોરબીના સાયન્સના વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર શાળાઓમાં ઉજવણી પણ થવા લાગી છે. જો મોરબી જિલ્લાના સાયન્સના પરિણામ ઉપર નજર કરીએ તો ધો. 12 સાયન્સમાં 1849 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા જેમાંથી 1845 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી તે પૈકી 27 વિદ્યાર્થીઓને A-1, 291 વિદ્યાર્થીઓને A-2, 472 વિદ્યાર્થીઓને B-1, 391 વિદ્યાર્થીઓને B-2, 355 વિદ્યાર્થીઓને C-1 અને 191 વિદ્યાર્થીઓને C-2 પરિણામ આવ્યું છે.

જયારે મોરબી જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં 6165 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા જેમાંથી 6,155 વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી અને તે પૈકી 216 વિદ્યાર્થીઓને A-1, 966 વિદ્યાર્થીઓને A-2, 1281 વિદ્યાર્થીઓને B-1, 1411 વિદ્યાર્થીઓને B-2, 1217 વિદ્યાર્થીઓને C-1, 715 વિદ્યાર્થીઓને C-2  ગ્રેડ આવેલ છે. આમ મોરબી જિલ્લાનું સામાન્ય પ્રવાહનું 96.23 ટકા પરિણામ જાહેર થયું છે જેથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે




Latest News