મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા


SHARE







મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા

મોરબીમાં ૨વા૫૨થી ઘુનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જો કે, છેલ્લા બે મહિનાથી કામ બંધ છે જેથી કરીને લોકો સિંગલ પટ્ટી રોડથી ત્રાહિમામ પોકારી ગયા છે માટે મોરબી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપીને તાત્કાલિક કામ શરૂ કરવાની માંગ કરવામાં આવેલ છે અને જો 15 દિવસમાં કોઈ કામ નહીં કરવામાં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી

મોરબી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય લલિતભાઈ કાસુન્દ્રા દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ૨વા૫૨થી ઘુનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જો કે, છેલ્લા ઘણા સમયથી કામ બંધ પડ્યું છે જેથી કરીને ધૂળની ડમરી, ટ્રાફિક સહિતના પ્રશનોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે કેમ કે, છેલ્લા 2 મહિનાથી ઈન્દ્રપ્રસ્થ પાર્ટીપ્લોટથી વૈદેહી પ્લાઝા સુધી રોડની એક સાઈડ ખોદીને મૂકવામાં આવેલ છે જો કે, કામ કરવામાં આવી રહ્યું નથી અને સિંગલ પટ્ટીના રોડ ઉપર બંને બાજુથી સામે સામે વાહનો આવી જાય છે જેથી કરીને કલાકો સુધી ત્યાં ટ્રાફિકજામ થાય છે અને ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને મહિલાઓ સહિતના લોકોને ભારે હેરાંગતિનો સામનો કરવો પડે છે. વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, મોરબીમાં મનપાના કમિશનર દર બુધવારે નાના ગરીબ લોકોના ઝૂંપડા તોડીને ડિમોલેશન કરે છે પરંતુ રવાપર રોડનું કામ અટકેલું છે તે કેમ ધ્યાને લેતા નથી અને આ કામ પૂરુ થાય તેની લોકો છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. જેથી હાલમાં કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ છે જો કે, આગામી 15 દિવસમાં કોઈ પગલાં લેવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે કેનાલ ચોકડીએ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી લલિતભાઈ કાસુન્દ્રાએ ચીમકી ઉચ્ચારી છે.






Latest News