મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં


SHARE









મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં

મોરબીના આંદરણા અને નીચી માંડલ ગામ વચ્ચેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે ડમ્પર ચાલકે અચાનક તેનું વાહન બાઈકની આડે નાખતા બાઈક ડમ્પર સાથે અથડાયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં બાઇક ઉપર જઈ રહેલા બે સગા ભાઈઓને ઇજા થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

હળવદના રણછોડગઢ ગામે રહેતા દેવજીભાઈ રાજુભાઈ સારલા (19)એ હાલમાં ડમ્પર નંબર જીજે 36 એક્સ 1161 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ આંદરણા અને નીચી માંડલ ગામ વચ્ચે સિરામિક કારખાના સામેથી ફરિયાદી તથા તેનો નાનો ભાઈ અલ્પેશ બંને ગોપાલભાઈનું બાઈક નંબર જીજે 36 એબી 2157 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ડમ્પર ચાલકે બેદરકારીથી વાહન ચલાવ્યું હતું અને રોડ ઉપર બાઈકની આડે ડમ્પર નાખ્યું હતું જેથી બાઈક ડમ્પર સાથે અથડાતા અકસ્માત થયો હતો અને ફરિયાદી તથા તેનો ભાઈ અલ્પેશ બંને બાઇક ઉપરથી નીચે પડી ગયા હતા આ બનાવમાં ફરિયાદીને જમણા હાથની કોણીમાં ઈજા થઈ હતી જ્યારે તેના ભાઈ અલ્પેશને ગુપ્ત ભાગે નળીમાં ઈજા થવાથી બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News