મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત


SHARE









વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા સગીરનું મોઢું ચિબી નાખતા મોત

વાંકાનેરના દીધલીયા ગામે આવેલ ગંગોત્રી સ્ટોન ખાતે સગીર ખાટલા ઉપર સૂતો હતો દરમિયાન ડમ્પર ચાલકે પાછળ જોયા વગર તેનું વાહન રિવર્સમાં લીધું હતું અને ખાટલા ઉપર સુતેલા સગીરને હડફેટે લઈને નીચે પાડી દીધો હતો જેથી તેને માથામાં ઇજા થઈ હતી અને તેનું મોઢું ચિબાઈ ગયું હતું જેથી સગીરનું મોત નીપજ્યું હતુ આ બનાવ સંદર્ભે મૃતક સગીરના પિતરાઈ ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રહેતા રાહુલ કાળુભાઈ મોહનિયા (22)એ ડમ્પર નંબર જીજે 13 એડબલ્યુ 7520 ના ચાલક સુનિલ જયપાલ રહે. હાલ ગંગોત્રી સ્ટોન દીધલીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેનો પિતરાઈ ભાઈ અશ્વિનભાઈ હીમતભાઇ મોહનિયા (16) રહે. મૂળ કાટું ગામ ધાનપુર તાલુકો જિલ્લો દાહોદ વાળાઓ તેઓની પાસે આવ્યો હતો અને ત્યાં ગંગોત્રી સ્ટોનમાં ખાટલા ઉપર સૂતો હતો દરમિયાન ડમ્પર ચાલકે ગફલત ભરી રીતે પોતાનું વાહન ચલાવ્યું હતું અને પાછળ જોયા વગર ડમ્પરને રિવર્સમાં લીધું હતું અને તે સમયે ખાટલા ઉપર સુતેલા ફરિયાદીના પિતરાઇ ભાઈને હડફેટે લઈને ખાટલા ઉપરથી નીચે પછાડી દીધો હતો જેથી તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેનું મોઢું ચિબાઈ ગયું હતું જેથી સગીરનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક સગીરના કૌટુંબિક ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News