મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી


SHARE









વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી

વાંકાનેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા યુવાનના દીકરા સાથે સામુ જવાબ બાબતે અગાઉ બોલાચાલી થઈ હતી જે બાબતે સમાધાનની વાત ચાલુ હતી તેવામાં યુવાનના બીજા દીકરાની સાથે બોલાચાલી ઝઘડો કરીને ગાલ ઉપર ધોલ મારી હતી તથા ઢીકાપાટુનો માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના આરોગ્યનગરમાં જોશી હોસ્પિટલ વાળી શેરીમાં રહેતા લાલજીભાઈ બાબુભાઈ સારદિયાએ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે રફિકભાઈ ઉમરભાઈ સદવાણી રહે. આરોગ્યનગર વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના દીકરા મેરુને આરોપી સાથે સામું જોવા બાબતે બોલાચાલી થઈ હતી અને સમાધાનની વાત ચાલુ હતી દરમિયાન ગત તા. 3/5 ના રોજ રાત્રે 10 વાગ્યે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને ફરિયાદીના દીકરા જતીન સાથે ઝપાઝપી કરીને બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને ગાલ ઉપર ધોલ મારીને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા ગાળો બોલીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે.

અકસ્માત થતા કારમાં નુકશાન

હળવદના સરા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણનગર સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ શામજીભાઈ પરમાર (33)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટેન્કર નંબર જીજે 12 બીવાય 8605 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, સરા ચોકડી પાસેથી તેઓ પોતાની કાર નંબર જીજે 36 એકે 2137 લઈને પસાર થયા હતા ત્યારે ટેન્કર ચાલકે તેની કારને ટક્કર મારી હતી જેથી કરીને કારમાં ખાલી સાઇડના બંને દરવાજામાં તેમજ ડ્રાઇવર સાઈડના પાછળના દરવાજામાં નુકસાન થયું છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News