મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર


SHARE







મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર

મોરબીના નીચી માંડલ ગામ પાસેથી અર્ટિકા કાર પસાર થઈ રહી હતી અને તે કારમાં દારૂ ભરેલ હોવાની હક્કિત મળી હતી જેથી પોલીસે અર્ટિકાને રોકવાનો પ્રયાસ કર્યો હતો જો કે, કાર ચાલકે તેની કારને ભગાવી મૂકી હતી અને ઉંચી માંડલ ગામ પાસેથી અર્ટિકા કાર છોડીને આરોપી નાસી ગયો હતો જે કારને પોલીસે ચેક કરતાં કારમાંથી દારૂની મોટી 288 બોટલ અને 144 બિયરના ટીન મળી આવેલ છે જેથી દારૂ, બીયર, બે મોબાઈલ તેમજ વાહન સહિત કુલ મળીને 7,65,273 નો મુદામાલ કબ્જે કરેલ છે અને કાર ચાલક અને તેના માલિક સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબી તાલુકા પીઆઇની સૂચના મુજબ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, સફેદ કલરની અર્ટિકા કારમાં આગળ-પાછળ નંબર પ્લેટ નથી તેવી કારમાં ઇગ્લીશ દારૂ જથ્થો ભરીને મોરબી તરફ આવી રહ્યા છે જેથી પોલીસે નીચી માંડલ પાસે વોચ રાખી હતી તેવામાં અર્ટિકા કાર નીકળી હતી જેને રોકવા માટે પ્રયાસ કર્યો હતો ત્યારે અર્ટિકા કારના ચાલકે કારને ભગાવી મૂકી  હતી અને ઉંચી માડલ ગામ પાસે કાર મુકીને તેનો ચાલક નાસી ગયો હતો જે કારને ચેક કરતાં તેમાથી દારૂની મોટી 288 બોટલ અને 144 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને દારૂ, બીયર, બે મોબાઈલ તેમજ વાહન સહિત કુલ મળીને 7,65,273 નો મુદામાલ કબ્જે કરેલ છે અને હાલમાં અર્ટિકા કારના ચાલક અને માલીક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. આ કામગીરી તાલુકા પીઆઇ જે.ડી.સરવૈયાની સૂચના મુજબ પીએસઆઈ સી.એસ.સોંદરવા અને સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.






Latest News