મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સ 93,700 ના મુદામાલ સાથે પકડાયા: બે ની શોધખોળ


SHARE







મોરબીમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સ 93,700 ના મુદામાલ સાથે પકડાયા: બે ની શોધખોળ

મોરબીમાં અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ સત્યમ બેટરી નામની દુકાન પાસે આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી બે શખ્સોની રોકડ, મોબાઇલ અને બાઈક મળીને 93,700 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલ છે અને અન્ય બે શખ્સનાં નામ સામે આવ્યા હોય મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શહેરના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ સત્યમ બેટરી પાસે મોબાઈલ ફોનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી રાજેશભાઈ અશ્વિનભાઈ ઉભડિયા (28) રહે. વાઘપરા શેરી નંબર 11 મોરબી અને અજયભાઈ ગોપાલભાઈ ભડલકિયા (25) રહે લીલાપર રોડ હોવાથી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી 3,700 રોકડા, 40 હજાર રૂપિયાની કિંમતના 3 મોબાઇલ ફોન તથા બાઇક નંબર જીજે 36 બીએ 0430 જેની કિંમત 50 હજાર રૂપિયા આમ કુલ મળીને 93700 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં પકડાયેલા બંને શખ્સ વીશુભા ઝાલા રહે. મોરબી તથા ઈસ્માઈલભાઈ ખુરેશી રહે. મોરબી વાળા સાથે જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું. જેથી હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચારેય શખ્સોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

400 લિટર આથો ઝડપાયો

વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની સીમમાં આવેલ વાડી વિસ્તારમાં કિશનભાઇ રાણેવાડિયાની વાડીના શેઢા પાસે બાવળની કાંમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે તેનો ઉપયોગમાં લેવામાં આવતો 400 લીટર આથો મળી આવતા પોલીસે 10 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હતો જેથી પોલીસે હાલમાં કિશનભાઇ નથુભાઈ રાણેબડીયા રહે. મકતાનપર તાલુકો વાંકાનેર વાળાની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News