મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદના નવા ઘનશ્યામગઢ ગામે મંડપ સર્વિસનું કામ કરતાં આધેડને જાનથી મારી નાખવાની ધમકી


SHARE







હળવદના નવા ઘનશ્યામગઢ ગામે મંડપ સર્વિસનું કામ કરતાં આધેડને જાનથી મારી નાખવાની ધમકી

હળવદના નવા ઘનશ્યામગઢ ગામે રહેતા અને મંડપ સર્વિસનું કામકાજ કરતા આધેડને તે ગામની અંદર રહેતા શખ્સે પોતાના સગાને મંડપ સર્વિસની મજૂરી કરવા માટે ન લઈ જવાનું કહ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી હાલમાં ભોગ બનેલા આધેડે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે રહેતા કાંતિલાલ હરખાભાઈ સુરાણી (54)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રતિલાલ ઘોઘજીભાઈ કોળી રહે. નવા ઘનશ્યામગઢ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી ગામમાં આવેલ તેના મંડપ સર્વિસના ગોડાઉન પાસે હતા ત્યારે આરોપીએ ત્યાં આવીને ફરિયાદીને મંડપ સર્વિસના મજૂરી કામમાં તેઓના સગાને લઈ જવાની ના પાડી હતી અને જો લઈ જઈશ તો તને જાનથી મારી નાખીશ તેવી ફરિયાદિત તથા સાહેને ધમકી આપી હતી જેથી ભોગ બનેલા આધેડ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News