મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના નવા ઘનશ્યામગઢ ગામે મંડપ સર્વિસનું કામ કરતાં આધેડને જાનથી મારી નાખવાની ધમકી


SHARE









હળવદના નવા ઘનશ્યામગઢ ગામે મંડપ સર્વિસનું કામ કરતાં આધેડને જાનથી મારી નાખવાની ધમકી

હળવદના નવા ઘનશ્યામગઢ ગામે રહેતા અને મંડપ સર્વિસનું કામકાજ કરતા આધેડને તે ગામની અંદર રહેતા શખ્સે પોતાના સગાને મંડપ સર્વિસની મજૂરી કરવા માટે ન લઈ જવાનું કહ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી હાલમાં ભોગ બનેલા આધેડે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે રહેતા કાંતિલાલ હરખાભાઈ સુરાણી (54)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રતિલાલ ઘોઘજીભાઈ કોળી રહે. નવા ઘનશ્યામગઢ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી ગામમાં આવેલ તેના મંડપ સર્વિસના ગોડાઉન પાસે હતા ત્યારે આરોપીએ ત્યાં આવીને ફરિયાદીને મંડપ સર્વિસના મજૂરી કામમાં તેઓના સગાને લઈ જવાની ના પાડી હતી અને જો લઈ જઈશ તો તને જાનથી મારી નાખીશ તેવી ફરિયાદિત તથા સાહેદને ધમકી આપી હતી જેથી ભોગ બનેલા આધેડ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News